ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Team India is the Only team in The World who is in Top 3 of ICC Rankings of All Format

રેન્કિંગ / ટીમ ઇન્ડિયા ICC રેન્કિંગમાં નંબર 1નું સ્થાન ગુમાવ્યું પરંતુ આ રૅન્કિંમાં એકમાત્ર ટીમ બની

Published By: Juhi

Last Updated: 04:56 PM, 1 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ શુક્રવારે ટીમોની હાલની રેન્કિંગની જાહેરાત કરી છે. ભારતીય ટીમ આંતરરાષ્ટ્રીય સ્તર પર હાલના સમયમાં કોઇ પણ ફોર્મેટમાં નંબર 1 નાં સ્થાન પર નથી. ટેસ્ટ, વનડે અને T20 ઇન્ટરનેશનસ ક્રિકેટના હાલના સમયમાં નંબર 1 ના હોવા છતાં ઇતિહાસ રચી દીધો છે.

ADVERTISEMENT

જી હા, ટીમ ઇન્ડિયાએ હાલના સમયમાં ક્રિકેટના ફોર્મેટમાં એકમાત્ર એવી ટીમ છે, જે ICC રેન્કિંગ્સમાં ટૉપ 3 માં છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીની કેપ્ટન્સીવાળી ટીમ ઇન્ડિયાને પછાડીને નંબર 1 પર છે, જ્યારે પાકિસ્તાનને હરાવીને કાંગારૂ ટીમ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલી વખત નંબર 1 પર છે. તો બીજી તરફ ઇંગ્લેન્ડ ટીમ વનડે ફોર્મેટમાં નંબર 1 પર છે, જોકે ટીમ ઇન્ડિયાએ ત્રણ ફોર્મેટમાં ટૉપ 3માં રહીને ઇતિહાસ બનાવી દીધો છે. 

ટીમ ઇન્ડિયા હાલના ICC રેન્કિંગમાં ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજા, વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટના બીજા અને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ત્રીજા સ્થાન પર છે. ટીમ ઇન્ડિયા સિવાય કોઇ પણ ટીમ 2 ફોર્મેટથી વધારે ટૉપ 3 માં શામેલ નથી. ઓસ્ટ્રેલિયાઇ ટીમ ટેસ્ટ અને T20 માં ટૉપ 3 માં છે, જ્યારે ઇંગ્લેન્ડની ટીમે વનડે અને T20 માં જ ટૉપ 3 માં સ્થાન બનાવ્યુ છે. તો ન્યૂઝીલેન્ડની ટીમ ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં જ ICC રેન્કિંગના ટૉપ 3 માં જગ્યા બનાવી શકી છે. 

ટેસ્ટ ફોર્મેટમાં કાંગારૂ આગળ 

ઓસ્ટ્રેલિયા 116 પોઇન્ટ્સ સાથે પ્રથમ અને ન્યૂઝીલેન્ડ 115 પોઇન્ટ્સ સાથે બીજા સ્થાને છે. ટીમ ઇન્ડિયા ઓક્ટોબર 2016થી ટેસ્ટ ટીમ રેન્કિંગમાં પ્રથમ સ્થાને હતું, જોકે હવે કોહલીની ટીમ ત્રીજા ક્રમે પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયાના 114 પોઇન્ટ્સ છે.

T20 ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા આગળ 

ઑસ્ટ્રેલિયા 278 પોઇન્ટ્સ સાથે પ્રથમ , ઇંગ્લેન્ડ 268 પોઇન્ટ્સ સાથે બીજા અને ટીમ ઇન્ડિયા 266 પોઇન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે.

વનડે ફોર્મેટમાં ઇંગ્લેન્ડ આગળ 

વનડેમાં 2019 વર્લ્ડ કપ વિજેતા ઇંગ્લેન્ડ 127 પોઇન્ટ્સ સાથે ટોપ પર છે ટીમ ઇન્ડિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. તેમના 119, 116, 108 અને 107 પોઇન્ટ્સ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Australia Cricket England ICC Ranking New Zealand Team India sports viral ranking

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ