સ્પોર્ટસ / આ દાયકામાં ભારત તરફથી ૩૫ ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું

Team india 35 players test debut from 2010 to 2019

ભારત તરફથી અત્યાર સુધીમાં ૨૯૬ ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટ રમી ચૂક્યા છે, જેમાંથી ૩૫ ખેલાડીઓએ આ દાયકા (૨૦૧૦થી ૨૦૧૯) દરમિયાન ડેબ્યૂ કર્યું. આમાંના ૨૩ ખેલાડીઓ જ વન ડે અને ટી-૨૦ ફોર્મેટમાં રમ્યા. પાંચ ક્રિકેટર્સને હજુ સુધી લિમિટેડ ઓવર ક્રિકેટમાં રમવાની તક મળી નથી. આ ખેલાડીઓમાં અભિનવ મુકુંદ, હનુમા વિહારી, પૃથ્વી શો, મયંક અગ્રવાલ અને શાહબાઝ નદીમનો સમાવેશ થાય છે. નદીમ ટેસ્ટ ડેબ્યૂ કરનારો ભારતનો આ દાયકાનો અંતિમ ખેલાડી છે, જેણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં મેદાનમાં ઊતરવાની તક મળી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ