બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / talati kam mantri exam graduation mandatory in gujarat breaking news
Dhruv
Last Updated: 10:50 AM, 12 December 2023
ADVERTISEMENT
હવેથી સ્નાતક થયેલા ઉમેદવારો જ તલાટી કમ મંત્રી બની શકશે. કારણ કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાતને લઇ મહત્વનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાત 12 પાસ બદલીને સ્નાતક કક્ષાની કરી દેવાઇ છે.
BIG BREAKING | Gujarat: તલાટી કમ મંત્રી માટે શૈક્ષણિક લાયકાતમાં મોટો ફેરફાર, હવેથી સ્નાતક થયેલા ઉમેદવારો જ તલાટી કમ મંત્રી બની શકશે, પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવ્યો મોટો ફેરફાર #breakingnews #gujarat #talatiexam #exam #gujaratinews #vtvgujarati pic.twitter.com/9P1DntDtr6
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 12, 2023
ADVERTISEMENT
તલાટી કમ મંત્રી સંવર્ગની જાહેરાત સ્નાતક કક્ષાએ લેવાશે
અત્રે નોંધનીય છે કે, હવેથી તલાટી કમ મંત્રી સંવર્ગની જાહેરાત સ્નાતક કક્ષાએ લેવામાં આવશે. જોકે તલાટીની તમામ પોસ્ટ ભરાઈ ગઈ હોવાના કારણે હાલમાં નજીકના ભવિષ્યમાં પરીક્ષાની કોઈ પણ જાતની શક્યતા દેખાતી નથી.
તાજેતરમાં જ ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ રાજ્યમાં તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. જેમાં પંચાયત સેવાના 3014 તલાટી કમ મંત્રીને નોકરી મળશે. તો 998 જૂનિયર ક્લાર્કને પણ નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. તલાટી કમ મંત્રી તથા જૂનિયર ક્લાર્ક સહિત આશરે 4500 ઉમેદવારને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સળગતી ટ્રકનો હાહાકાર / VIDEO : ગોંડલમાં લાઈટનો વાયર અડી જતાં મરચાં ભરેલી ટ્રક સળગી, હાઈવે પર 10 કિમી દોડતી રહી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.