બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Taj Mahal gets notice to pay Rs 1 crore for water, Rs 1.47 lakh for property

આગરા / તાજ મહેલના ઈતિહાસમાં પહેલી વાર બની આવી ઘટના, જાણીને નવાઈ લાગી જશે

Hiralal

Last Updated: 06:23 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજ મહેલના અત્યાર સુધીના ઈતિહાસમાં ન બની હોય તેવી એક ઘટના બની છે.

  • પહેલી વાર તાજ મહેલને મળી પાણી-પ્રોપર્ટી વેરો ચુકવવાની નોટીસ 
  • આગરા કોર્પોરેશને ASIને પકડાવ્યું 1.10 કરોડનું વેરા બીલ 
  • 15 દિવસમાં ભરવાની નહીંતર તાજ મહેલ જપ્તીની વાત કરાઈ
  • તાજ મહેલ સંરક્ષિત સ્મારક તેથી કોઈ ટેક્સ ન લાગે- ASI

દેશ-દુનિયામાં પ્રેમના પ્રતિક બનેલો આગરાનો તાજમહેલ બે સરકાર વિભાગોની વચ્ચે અટવાયો છે. હકીકત એવી છે તાજના ઈતિહાસમાં પહેલી વાર તેને પાણી અને પ્રોપર્ટી વેરો ચુકવી આપવાની નોટીસ અપાઈ છે. આગરા મ્યુનિસિપલ કોર્પોરેશને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ને નોટિસ ફટકારી છે જેમાં સંરક્ષિત સ્મારક તાજમહેલ પર 1.9 કરોડનો  વોટર ટેક્સ અને 1.5 લાખનો પ્રોપર્ટી ટેક્સ ચુકવી 15 દિવસની અંદર ચૂકવી આપવાનું જણાવાયું છે.  

15 દિવસમાં ટેક્સ ચુકવો નહીંતર તાજમહેલ જપ્ત 
નોટીસમાં એવું પણ કહેવામાં આવ્યું કે જો 15 દિવસની અંદર બાકી વેરાની ચૂકવણી નહીં થાય તો તાજમહેલ જપ્ત કરી લેવામાં આવશે. 

તાજમહેલ પર કોઈ ટેક્સ લાગુ પડતો નથી- એએસઆઈ
એએસઆઈના અધિક્ષક પુરાતત્ત્વવિદ રાજ કુમાર પટેલે જણાવ્યું હતું કે, "સ્મારકો પર મિલકત વેરો લાગુ પડતો નથી. પાણીનો કોઈ વ્યવસાયિક ઉપયોગ ન થતો હોવાથી અમે પણ પાણી માટે વેરો ભરવા માટે જવાબદાર નથી. પરિસરની અંદર વૃક્ષો માટે પાણીનો ઉપયોગ થાય છે. તાજમહેલ માટે પાણી અને પ્રોપર્ટી ટેક્સને લગતી નોટિસો પ્રથમ વખત મળી છે. તે ભૂલથી પણ મોકલી શકાયું હોત. એએસઆઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે તાજમહેલને 1920માં સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું અને બ્રિટિશ શાસન દરમિયાન પણ તાજમહેલ પર કોઈ વેરો લેવામાં આવતો નહોતો. 

તાજમહેલને નોટીસ મળી હોવાની કમિશનરને નથી જાણ 
મ્યુનિસિપલ કમિશનર નિખિલ ટી ફંડેએ જણાવ્યું હતું કે, "તાજમહેલ સાથે સંબંધિત કર સંબંધિત કાર્યવાહી વિશે મને જાણ નથી. કરવેરાની ગણતરી માટે હાથ ધરવામાં આવેલા રાજ્યવ્યાપી ભૌગોલિક માહિતી પ્રણાલી (જીઆઇએસ) સર્વેક્ષણના આધારે નવી નોટિસો જારી કરવામાં આવી રહી છે. સરકારી ઇમારતો અને ધાર્મિક સ્થળો સહિત તમામ પરિસરો પર બાકી લેણાંના આધારે નોટિસ ફટકારવામાં આવી છે. કાયદાની યોગ્ય પ્રક્રિયાને અનુસરીને છૂટ આપવામાં આવે છે. એ.એસ.આઈ.ને અપાયેલી નોટિસના કિસ્સામાં, તેમની પાસેથી મળેલા પ્રતિસાદના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને તાજગંજ ઝોનના ઇન્ચાર્જ સરિતા સિંહે જણાવ્યું હતું કે, "તાજમહેલ પર પાણી અને પ્રોપર્ટી ટેક્સ માટે આપવામાં આવેલી નોટિસ સાથે સંબંધિત મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ