ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / taapsee-pannu-finance-minister-tweet-on-it-raids-reacted-this-way

પ્રતિક્રિયા / નાણાંમંત્રી નિર્મલા સીતારમણના નિવેદનના જવાબમાં તાપસી પન્નુનો સામો સવાલ, પૂછ્યું - મારુ નામ ક્યારે આવ્યું?

Published By: Nirav

Last Updated: 12:32 AM, 10 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી તાપસી પન્નુએ તાજેતરમાં જ એક ઇંટરવ્યૂમાં તેના પર હાલમાં પડેલા દરોડા વિશે ખૂલીને વાતચીત કરી હતી.

ADVERTISEMENT

  • તાપસી પન્નુએ એક ઇંટરવ્યૂમાં ખૂલીને વાત કરી હતી 
  • નાણાંમંત્રી નિર્મલા સિતારમનનો આભાર પણ માન્યો હતો 
  • ૨૦૧૩ની રેડના મામલે નાણાંમંત્રીના નિવેદનને નકારી દીધું

મહત્વનું છે કે હાલમાં જ થોડા દિવસો પહેલા બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ અને ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ કર ચોરીઓના આરોપસર પૂણેની એક હોટેલમાં આ બંનેની પૂછપરછ પણ કરી હતી, તેથી અભિનેત્રીએ તેના હાલના એક ઇંટરવ્યૂમાં આ દરોડા બાબતે ખુલાસો કર્યો હતો, સાથે જ તેણે  નાણાંમંત્રી નિર્મલા સીતારમનના આ દરોડા વિશે આપેલા એક નિવેદનની પ્રશંસા કરી હતી અને એક બીજા નિવેદનને ખોટું ગણાવ્યું હતું અને તેના પર પોતાની સ્પષ્ટતા પણ આપી હતી. 

રેડ વિશે વાત કરી, પણ રેડનું કારણ ન જણાવ્યું 

NDTV સાથેની વાતચીત દરમિયાન અભિનેત્રીએ કહ્યું હતું કે આ રેડ દરમિયાન તેને જેટલા પણ સવાલો પૂછવામાં આવ્યા હતા, તે બધાના તેણે જવાબો આપ્યા હતા. જો કે આ તેણે આ વાતનો ખુલાસો નહોતો કર્યો કે આખરે કયા કારણોસર તેના પર ઇન્કમટેક્સ વિભાગની આ રેડ પાડવામાં આવી હતી. 

આ મુદ્દે વાતચીત કરતાં તાપસી પન્નુએ કહ્યું હતું કે જ્યારે પણ આવકવેરા વિભાગની રેડ પડે છે, ત્યારે તમારી પાસે કોઈ પણ વિકલ્પ નથી હોતો, અને તમારે આ આખી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જો કઈં પણ ખોટું થયું છે, તો તમને ખબર પડી જ જશે, અને હું કઈં પણ સંતાડતી નથી, જો મેં કઈં પણ ખોટું કર્યું છે તો હું આ મામલે સજા ભોગવવા તૈયાર છું. 

હું તેમની આભારી છું : અભિનેત્રી 

અભિનેત્રીઆ મામલે વધુમાં જણાવ્યું હતું કે હું નાણાંમંત્રી નિર્મલા સિતારમનની આભારી છું, કે તેમણે  આ દરોડાને વધુ સેન્શેનલાઇઝ નથી થવા દીધો અને આ માત્ર એક પ્રોસેસ છે, જો કે અભિનેત્રીએ નાણાંમંત્રીના એ નિવેદનને ખોટું ગણાવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે હું કોઈ પણ A અથવાન B નામ પર કોમેન્ટ નથી કરવા માંગતી, પરંતુ હવે આ નામો લઈ લેવામાં આવ્યા છે તો હું કહેવાય માંગુ છું  કે આ બધા તે જ નામો છે જે ૨૦૧૩ની રેડના સમયે પણ ચર્ચામાં આવ્યા હતા. 

મને આવું કશું પણ યાદ નથી : તાપસી પન્નુ

જો કે આ મામલે તાપસી પન્નુએ કહ્યું હતું કે મને તો આવુ કશું પણ યાદ નથી કે મારુ નામ ૨૦૧૩ના દરોડામાં બહાર આવ્યું હોય, આ ઉપરાંત આ મામલે આભિનેત્રીએ વધુ બે ટ્વિટ કરીને સ્પષ્ટતા પણ કરી હતી. અભિનેત્રી તાપસી પન્નુ જો કે તેના વિચારોને મજબૂતીથી સોશિયલ મીડિયામાં અને અન્ય પ્લેટફોર્મ પર મૂકવા માટે જાણીતી છે, ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહીની સામે મહારાષ્ટ્ર સરકારના અમુક પ્રધાનો અને વિપક્ષના નેતાઓએ નારાજગી દર્શાવી હતી, નોંધનીય છે કે તેમણે આ કાર્યવાહીને અભિનેત્રીની તે કાર્યવાહી સાથે જોડી દીધી હતી જેમાં તેણે ખેડૂત આંદોલનના સમર્થનમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા.  

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Nirmala Sitharaman Taapsee Pannu bollywood actress તાપસી પન્નુ Response

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ