બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Symbiosis College: A case was registered against a professor at Pune's Symbiosis College of Arts and Commerce (SCAC) for making offensive comments on Hindu deities.

VIDEO / 'હિન્દુઓ ડૂબી ગયા, આટલા બધા ભગવાન છે...' પ્રોફેસરે કૉલેજ દેવી-દેવતાઓ પર કરી વિવાદિત ટિપ્પણી, ભારે વિરોધ બાદ થઈ ધરપકડ

Pravin Joshi

Last Updated: 04:17 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Symbiosis College : પૂણેની સિમ્બાયોસિસ કૉલેજ ઑફ આર્ટસ ઍન્ડ કૉમર્સ (SCAC)ના પ્રોફેસર વિરુદ્ધ હિંદુ દેવી-દેવતાઓ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ પણ કરી છે.

સિમ્બાયોસિસ કોલેજના પ્રોફેસરને લઈને થયો વિવાદ

  • પ્રોફેસરે દેવી-દેવતાઓ પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી
  • પૂણેની સિમ્બાયોસિસ કૉલેજ ઑફ આર્ટસ ઍન્ડ કૉમર્સની ઘટના
  • વાંધાજનક ટિપ્પણી કરવા બદલ પ્રોફેસરની ધરપકડ કરાઈ

પૂણેની સિમ્બાયોસિસ કૉલેજ ઑફ આર્ટસ ઍન્ડ કૉમર્સ (SCAC)ના પ્રોફેસર વિરુદ્ધ હિંદુ દેવી-દેવતાઓ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. પ્રોફેસરનો વીડિયો સામે આવ્યા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેની સાથે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. પોલીસે તેની ધરપકડ પણ કરી છે. સમસ્ત હિન્દુ બંધવ સંગઠનના સભ્યની ફરિયાદના આધારે ડેક્કન જીમખાના પોલીસે આ કેસ નોંધ્યો છે. આરોપ છે કે કોલેજમાં હિન્દી ભણાવતા પ્રોફેસર અશોક સોપાન ઢોલે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

વીડિયો થયો વાયરલ

SCACના પ્રિન્સિપાલ હૃષિકેશ સોમને ગુરુવારે જણાવ્યું હતું કે કૉલેજ અને પોલીસ અધિકારીઓ દ્વારા જે વીડિયોના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તે 25 જુલાઈના રોજ યોજાયેલા ધોરણ 12ના લેક્ચરનો હોવાનું કહેવાય છે. તે બુધવારે મારા ધ્યાનમાં આવ્યું છે. તેથી અમે તાત્કાલિક કાર્યવાહી કરી અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે પ્રોફેસર જુનિયર કોલેજના ગ્રાન્ટ-ઇન-એઇડ વિભાગમાંથી છે. આથી સરકારી નિયમો અને નીતિઓ મુજબ આગળની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેઓ 2005 થી અમારી સંસ્થામાં ભણાવી રહ્યા છે. તેમની સામે આ પ્રકારની આ પહેલી ફરિયાદ હતી જે અમારા ધ્યાન પર આવી હતી.

બોગસ ડોક્યુમેન્ટ બનાવીને NRIના 8 પ્લોટ બારોબાર વેચી નાંખ્યા,પોલીસે 2 વકીલ  સહિત 3ને દબોચી લીધા | 3 arrested for selling plots by creating false  documents in Surat

ધરપકડ કરવામાં આવી

પોલીસે પ્રોફેસર અશોક વિરુદ્ધ IPC કલમ 295A હેઠળ કેસ નોંધ્યો છે. આ વિભાગ કોઈ પણ વર્ગના ધર્મ અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાપૂર્વક અને દૂષિત કૃત્યો સાથે કામ કરે છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પણ પ્રોફેસરના આ કૃત્ય સામે રોષ વ્યક્ત કર્યો છે. પોલીસનો પણ સંપર્ક કર્યો છે. ડેક્કન જીમખાના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સિનિયર ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ફરિયાદ અરજી લઈને અમારો સંપર્ક કર્યો હતો. અમે આરોપોની પ્રાથમિક તપાસ કરી અને એફઆઈઆર નોંધવામાં આવી. પ્રોફેસરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ