બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Swiggy Se Ho, Khana Mhamad Doge?', the Swiggy team brought a vowed dinner to SRK's tweet.

લો બોલો / 'સ્વિગી સે હો, ખાના ભેજ દોગે?', SRKના એક ટ્વિટ પર મન્નત ડિનર લઇ પહોંચી Swiggy ટીમ

Pravin Joshi

Last Updated: 02:02 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરુખે એક ફેન સાથે એવી વાતચીત કરી કે ફૂડ ડિલિવરી એપ સ્વિગીની ટીમ શાહરુખ માટે ડિનર લઈને મન્નતના ઘરે પહોંચી. હવે શાહરૂખના ઘરની બહાર 7 ડિલિવરી બોયની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

શાહરૂખ ખાનના ટ્વિટર હેન્ડલ પર ચિટ-ચેટ સેશન્સ ખૂબ જ રસપ્રદ 
સેશનમાં અભિનેતાએ તેના ફેન્સના અનેક સવાલોના જવાબ આપ્યા
સ્વિગીની ટીમ શાહરુખ માટે ડિનર લઈને મન્નતના ઘરે પહોંચી

શાહરૂખ ખાનના ટ્વિટર હેન્ડલ પર ચિટ-ચેટ સેશન્સ ખૂબ જ રસપ્રદ છે. સોમવારે પણ SRKએ તેના ચાહકો સાથે ચિટ-ચેટ સેશન કર્યું હતું. 15 મિનિટના ફ્રી ટાઈમમાં શાહરૂખે તેના ફેન્સના અનેક સવાલોના જવાબ આપ્યા. ચાહકોએ તેની ખાવાની આદતોથી લઈને તેના અંગત જીવન સુધી ઘણા પ્રશ્નો પૂછ્યા. જેનો જવાબ SRKએ ખૂબ જ રસપ્રદ રીતે આપ્યો. શાહરુખે એક ફેન સાથે એવી વાતચીત કરી કે ફૂડ ડિલિવરી એપ સ્વિગીની ટીમ શાહરુખ માટે ડિનર લઈને મન્નતના ઘરે પહોંચી. હવે શાહરૂખના ઘરની બહાર 7 ડિલિવરી બોયની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

શાહરૂખે ફેન્સને પૂછ્યું કે તમે સ્વિગીમાંથી છો શું ભાઈ ?

શાહરૂખ ખાન તેના ચાહકોના દરેક સવાલના જવાબ ખૂબ જ ફની રીતે આપે છે. હવે જ્યારે શાહરૂખે સોમવારે 'આસ્ક મી એનિથિંગ' સેશનનું આયોજન કર્યું ત્યારે એક ચાહકે તેને પૂછ્યું, 'ખાના ખાયા ક્યા ભાઈ?' જેના પર શાહરૂખે જવાબ આપ્યો, "ક્યૂં ભાઈ આપ સ્વિગી સે હો...ભેજ દોગે ક્યા?" પછી શું હતું સ્વિગીએ પણ આ તકનો લાભ ઉઠાવ્યો અને લખ્યું, અમે સ્વિગીમાંથી છીએ, મોકલી દઈએ શું ?

સ્વિગીની ટીમ શાહરૂખના ઘરે પહોંચી હતી

આના થોડા સમય બાદ સ્વિગીના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં સાત ડિલિવરી બોય મન્નતના ઘરની બહાર ફૂડ લઈ જતા જોવા મળ્યા હતા. આ તસવીર પર કેપ્શન આપવામાં આવ્યું છે, 'હમ સ્વિગી વાલે હૈ હમ ડિનર લેકર આ ગયે'.

જવાનની માહિતી ચાહકોને આપવામાં આવી હતી

આ લાઈવ સેશનમાં શાહરૂખના તમામ ચાહકો તેની આગામી ફિલ્મ જવાનને લઈને ઉત્સાહ દર્શાવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાને એમ પણ કહ્યું હતું કે ચાહકો 7 સપ્ટેમ્બરે તેમના નજીકના સિનેમા હોલમાં જવાનને મળી શકે છે. પઠાણ બાદ હવે ફેન્સ શાહરૂખ ખાનની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ