બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / swami shankracharya and lokesh muni on maulana arshad madani controversial statement on om and allah

વિવાદ / 'ॐ અને અલ્લાહ એક હોય તો કાબામાં ઓમ લખી દેખાડો', મદનીને ચોખ્ખું ચોપડાવ્યું જગતગુરુ શંકરાચાર્ચે

Vaidehi

Last Updated: 05:57 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'તેમણે મસ્જિદો પર સોનાનાં વરખથી અલ્લાહની જગ્યાએ ॐ લખાવવું જોઈએ' - શંકરાચાર્ય સ્વામીએ મૌલાના અરશદ મદનીના વિવાદિત નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી.

  • મૌલાના અરશદ મદનીનું નિવેદન વિવાદમાં
  • શંકરાચાર્ય સ્વામી સહિત અને ધર્મગુરૂઓ ભરાયા રોષે
  • પ્રતિક્રિયા આપી મૌલાના મદનીનાં નિવેદનને પડકાર્યું

દેશની રાજધાની દિલ્હીનાં રામલીલા મેદાનમાં જે જમીયત ઉલેમા-એ-હિંદનાં મહા અધિવેશન બીજા ધર્મ અને સંપ્રદાયોને જોડવા માટે ન માત્ર મુસ્લિમ પરંતુ અન્ય ધર્મનાં લોકો પણ એકજૂથ થઈ રહ્યાં હતાં, તેમાં મૌલાના અરશદ મદની દ્વારા કરવામાં આવેલા ॐ  અને અલ્લાહ એક હોવાના નિવેદન બાદ વિવાદો શરૂ થઈ ચૂક્યાં છે. મૌલાના અરશદ મદનીનાં નિવેદનથી ન માત્ર હિન્દૂ પરંતુ મુસ્લિમોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. મદનીનાં દાવા પર સંતો સવાલો ઊઠાવી રહ્યાં છે. ત્યારે  જ્યોર્તિમઠનાં શંકરાચાર્ય સ્વામી અને જૈન ધર્મઆચાર્ય લોકેશ મુનિની પ્રતિક્રિયા સામે આવી છે. 

મદનીને મસ્જિદોમાં ॐ લખવાનો આપ્યો ચેલેન્જ
જ્યોર્તિમઠનાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી કહે છે કે 'જો અરસદ અદનીનો દાવો છે કે ॐ અને અલ્લાહ એક છે તો આ વાતને સાબિત કરવા માટે તેમણે પોતાની મસ્જિદો પર ॐ  લખાવવું જોઈએ. તેની શરૂઆત કાબાથી થવી જોઈએ અને તેમણે ત્યાં સોનાનાં વરખથી ॐ  લખાવવું જોઈએ. ત્યારબાદ જામા મસ્જિદમાં ॐ  લખાવો. જ્યાં-જ્યાં પર અલ્લાહ લખાયેલું છે ત્યાં ॐ  લખાવવું જોઈએ કારણકે તેમની દ્રષ્ટિએ બંને એક જ છે. '

જૈન ધર્મઆચાર્ય લોકેશ મુનિએ વાતને કહી ફાલતૂ

જૈન ધર્મઆચાર્ય લોકેશ મુનિએ મદનીની વાતને ફાલતૂની જણાવી હતી. તેમણે કહ્યું કે આ પ્રકારની ફાલતૂની વાતોથી પ્રાચિન ઈતિહાસ સિદ્ધ થતો નથી. જૈન મુનિનું કહેવું છે કે ' આપણો ઈતિહાસ સૌ કોઈ જાણે છે કે ક્યારથી સનાતન અથવા જૈન પરંપરા છે. આ સૌને ખબર જ છે કે ક્યારે ઈસ્લામ ક્યારે આવ્યું છે...મેં તેમને એ વાત માટે શાસ્ત્રાર્થનું આમંત્રણ આપ્યું છે અને કહ્યું છે કે આવો બેસો, અમે તમને જણાવીએ કે ક્યારથી તમારો ઈતિહાસ છે.'

આ છે સમગ્ર મામલો
મૌલાના અરશદ મદનીએ આ કાર્યક્રમનાં મંચથી ॐ અને અલ્લાહને એક જણાવ્યું અને આદમની તુલના મનુથી કરી ત્યારે હિન્દૂ સહિત અન્ય ધર્મગુરૂ આ વાતને નકારીને સભા છોડવા માંડ્યાં. જૈન ધર્મગુરૂ આચાર્ય લોકેશ મુનિએ તો ભરી સભામાં જ મદનીને શાસ્ત્રાર્થ માટે પડકાર્યું હતું. અરશદ મદની દ્વારા હિન્દૂ પરંપરા અના માન્યતાઓને ઈસ્લામ સાથે જોડીને રજૂ કરવા અંગે શંકરાચાર્ય સહિત અનેક ધર્મ ગુરુઓની પ્રતિક્રિયાઓ આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ