બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Suryakumar Yadav getting more chances in ODIs even after the flop but why? Coach Dravid gave a statement about this

ક્રિકેટ / સૂર્યકુમાર યાદવને વનડેમાં ફ્લોપ પછી પણ વધુ તક મળી રહી છે પણ કેમ? કોચ દ્રવિડે આ વિશે આપ્યું નિવેદન

Megha

Last Updated: 04:29 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 6 વિકેટથી હાર મળી છે, ટીમમાં હાજર સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કરી શક્યો નથી એવામાં કોચ રાહુલ દ્રવિડે તેના માટે મોટી વાત કહી છે.

  • વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં 6 વિકેટથી હાર મળી 
  • સૂર્યકુમાર યાદવ વનડેમાં સારું પ્રદર્શન કરી શક્યો નથી
  • કોચ રાહુલ દ્રવિડે આ વાત કહી 

ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને બીજી વનડેમાંથી આરામ આપવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાનો આ દાવ ઊલટો પડ્યો અને હારનો સામનો કરવો પડ્યો. ટીમમાં હાજર સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કરી શક્યો નથી. આ કારણે તેના ટીમમાં ચાલુ રાખવા પર સવાલો ઉઠી રહ્યા છે. હવે કોચ રાહુલ દ્રવિડે તેના માટે મોટી વાત કહી છે. 

કોચ રાહુલ દ્રવિડે આ વાત કહી 
કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે સૂર્યકુમાર યાદવ ખરેખર સારો ખેલાડી છે, તેમાં કોઈ શંકા નથી. તેણે T20 ક્રિકેટમાં, ઘરેલું ક્રિકેટમાં, સફેદ બોલની ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ તે પ્રથમ વ્યક્તિ હશે જે સ્વીકારનારે છે કે ODI નંબરો તેણે T20 ક્રિકેટમાં જે સેટ કર્યા તેના બરાબરના નથી. 

તકો મળી શકે છે 
કોચ રાહુલ દ્રવિડે વધુમાં કહ્યું કે સૂર્યકુમાર યાદવ હજુ પણ ODI ક્રિકેટ શીખી રહ્યો છે અને મિડલ ઓવરોમાં કેવી રીતે બેટિંગ કરવી. તેથી શક્ય તેટલું અમે તેમને તક આપવા માંગીએ છીએ. ભારત તરફથી ડેબ્યુ કરતા પહેલા તેણે IPLમાં T20 ક્રિકેટ રમી છે. તે ODIમાં એટલું સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યો નથી.

ODI ક્રિકેટમાં ફ્લોપ  
સૂર્યકુમાર યાદવ ભારત માટે વનડે ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી શક્યો નથી. તે મિડલ ઓર્ડરમાં ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરની નબળી કડી છે. તે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 25 વનડે રમી ચૂક્યો છે, પરંતુ તે પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. વનડેમાં તેની એવરેજ 23.80 છે. તેણે 2021માં ટીમ ઈન્ડિયા માટે વનડે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ ખરાબ ફોર્મના કારણે તે ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યો ન હતો. તેણે ટીમ ઈન્ડિયા માટે 25 વનડેમાં 476 રન બનાવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ