બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'Surya-Tilak' on the forehead of Lord Mahavir Swami in Gandhinagar

ખગોળીય ઘટના / ગાંધીનગરમાં ભગવાન મહાવીર સ્વામીના ભાલે થયું 'સૂર્ય-તિલક', દર વર્ષે 2 વાગીને 7 મિનિટે જ થાય છે આ 'ચમત્કાર'

Malay

Last Updated: 03:21 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: ગાંધીનગર કોબા મહાવીર જૈન આરાધના કેન્દ્ર પર ભગવાન મહાવીર સ્વામીના લલાટે સૂર્યતિલકની અલૌકિક ખગોળીય ઘટના બની. સતત આજે 39માં વર્ષે આ નજારો લોકોએ નિહાળ્યો અને ભગવાન મહાવીર સ્વામીના દર્શન કર્યા.

 

  • જૈન આરાધના કેન્દ્ર પર મહાવીર સ્વામીનું સૂર્યતિલક
  • મહાવીર સ્વામીના લલાટે આજે થયું સૂર્યતિલક
  • બપોરે 2:07 કલાકે મહાવીર સ્વામીના ભાલ પર સૂર્યતિલક

આજે 22 મે છે ત્યારે દર વર્ષની જેમ કોબા ખાતે આવેલા મહાવીર જૈન આરાધના ભવનમાં બરાબર બપોરે 2 કલાક 7 મિનિટે સૂર્ય તિલકની અલૌકિક ખગોળીય ઘટના બની. દર વર્ષની જેમ આ વર્ષે પણ 24માં તીર્થંકર મહાવીર સ્વામીના ભાલે સૂર્ય તિલકનો અદ્ભૂત નજારો જોવા મળ્યો. આ નજારો જોવા દૂર-દૂરથી કોબા મહાવીર જૈન આરાધના કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા. તો ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયા મારફતે પણ લાખો લોકોએ દર્શનનો લાભ લીધો હતો. લોકો આ અલોકીક કુદરતી દર્શન કરી ભાવવિભોર થઈ ગયા હતા.

No description available.

મહાવીર સ્વામીના લલાટે થયું સૂર્યતિલક
ગચ્છાધિપતિ આચાર્ય દેવ કૈલાશસાગરસૂરીશ્વરજી મહારાજના કાળધર્મના દિવસની પુણ્ય સ્મૃતિ નિમિત્તે દર વર્ષે 22 મેના રોજ બપોરે 2 કલાક 7 મિનિટે ભગવાન મહાવીર સ્વામીના  લલાટે સૂર્ય કિરણ પડે છે. ભગવાનના કપાળ પર તેજસ્વી સૂર્યના કિરણથી તિલક થયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ