બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Surat Virnarmad university, Clashes between police and students

સુરત / દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગરબા રમતા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, VIDEO વાયરલ

Kiran

Last Updated: 11:20 AM, 12 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમા ગરબા રમવા બાબતે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો જેમાં વિદ્યાર્થીઓ અને વચ્ચે વચ્ચે ઝપાઝપી પણ સર્જાઈ હતી આ સમગ્ર ઘટના બાદ સોશિયલ મીડિયા પર સેમ ઓન સુરત પોલીસનો હેસ ટેગ ટ્રેન્ડ થયો છે

  • સુરત યુનિવર્સિટી કેમ્પસમાં ઘર્ષણ
  • પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ
  • વિધાર્થીઓએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

સુરતના યુનિવર્સિટી કેમ્પલમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવ્યા બાદ પોલીસ પર વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તનું કરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિએ ગરબાની મંજૂરી આપી હોવા છતા કેમ્પસમાં કોની મંજૂરીથી ગરબા રમો છો કહી પોલીસે વિદ્યાર્થીઓ પર દમન ગુજારાર્યું સામે આવ્યું છે. સમગ્ર ઘટના બાદ પોલીસની દમનકારી નીતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે ઘટના મામલે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને JCPને તપાસ સોંપાઈ છે. 



 

પોલીસ અને વિધાર્થીઓ વચ્ચે ઘર્ષણ

મહત્વું છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિમાં માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જ્યારે ગરબા રમી રહ્યા હતા ત્યારે ઉમરા પોલીસે વિદ્યાર્થીઓ માસ્ક પહેરવા વગર ગરબા રમો છો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી કહીને વિદ્યાર્થીઓ સાથે મારા મારી કરી હતી જેમાં કેટલાય વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી, વિદ્યાર્થીઓએ સામે પોલીસને પૂછ્યું કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો એ બાબતને લઈને ત્યારે પોલીસની વચ્ચે ઝપાઝપી થઇ હતી ત્યારબાદ ઉમરા પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી જે બાદ વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં વિરોધ નોંધવવામાં આવ્યો હતો.


આજે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બંધનું એલાન

સુરતમાં યુનિવર્સિટીમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ બનાવમાં પોલીસે વિદ્યાર્થીઓને માર માર્યાનો આરોપ લગાવાયો છે, તો 7 વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં દાલખ પણ કરાયા છે. જો કે ઉમલા પોલીસે કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી લીધી છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશનમાં વિરોધ નોંધાવા પહોંચ્યા હતા. અને પોલીસ સ્ટેશનમાં પોલીસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો. તો બીજી તરફ પોલીસ દ્વારા બે ત્રણ વિદ્યાર્થીઓએ મહિલા પીઆઈ સાથે અસભ્ય વર્તન કર્યાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે પરમિશન સાથે ગરબાનું આયોજન કર્યું તો પોલીસે ખોટી રીતે દખલ કેમ કરી તેવું રટણ કરી રહ્યા છે, જો કે પોલીસ દમનની સમગ્ર ઘટનાને લઈને આજે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું  બંધનું એલાન આપ્યું છે સાથે કલેક્ટર અને કમિશનરને આવેદન પણ આપી કાર્યવાહીની પણ માંગ કરી છે. 

 


વિધાર્થીઓએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે એક દિવસની નવરાત્રિની મંજૂરી આપવામાં આવી જેમાં માત્ર ને માત્ર યુનિવર્સિટીના હોસ્ટેલના અને ફેકલ્ટીના વિદ્યાર્થીઓને રમવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે ગરબા રમતી વખતે ઉમરા પોલીસ સ્ટાફ ત્યાં આવી પહોંચ્યો હતો અને ગરબા કોની પરવાનગીથી ગરબા રમો છે કહી વિદ્યાર્થીઓ સાથે ગરેવર્તન કર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઇ સહિત અન્ય પોલીસ કર્મચારી સાથે અસભ્ય વર્તન કર્યા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે, આ સમગ્ર ઘટના બાદ સ્થિતિ ઉગ્ર થતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી જેમાં કેટલાક વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા થઈ હતી. આ સમગ્ર ઘટના બાદ  #ShameOnSuratPolice સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યો છે. અને પોલીસની આવી દમનકારી નીતિને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ