બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / સુરત / Surat police NRI returned home to an old man a lesson taught to his nephew

કાર્યવાહી / સાચી સેવક બની સુરત પોલીસ: NRI વૃદ્ધને પરત અપાવ્યું ઘર, ભાણેજને ભણાવ્યો એવો પાઠ કે જીદંગીભર યાદ રાખશે

Kishor

Last Updated: 12:07 AM, 2 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લંડન રહેતા એક વૃદ્ધનું મકાન સુરતમાં રહેતા તેના ભાણેજે મકાન પચાવી લીધું હતુ. જે અંગે સુરત પોલીસને જાણ કરાતા પોલીસે મકાન પરત અપાવ્યું હતું.

  • સુરત પોલીસની સરાહનીય કામગીરી
  • NRI વૃદ્ધને પરત અપાવ્યું ઘર 
  • ઘર પચાવી પાડનાર ભાણેજને ભણાવ્યો પાઠ

સુરત શહેરમાં પોલીસની માનવતાનો કિસ્સો સામે આવ્યો છે. લંડન ખાતે રહેતા એક વૃદ્ધનું મકાન સુરતમાં રહેતા તેના ભાણેજે પચાવી પાડ્યું હતું. સિનિયર સિટીઝન પોલીસ સ્ટેશન પહોંચતા જ સુરત પોલીસ કમિશનરે પોલીસ અધિકારીને તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી અને પારિવારિક સમાધાન કરાવી વૃદ્ધને પોતાનું મકાન પરત અપાવ્યું હતું.

ભાણેજને રહેવા માટે મકાન આપતા ભાણેજે કર્યો હતો કબજો
આ કેસની વિગત એવી છે કે રસિકલાલ પટેલ નામના વૃદ્ધ પરિવાર સાથે લંડનમાં રહે છે. રસિકલાલ પટેલનું મકાન સુરતના ઉધના વિસ્તારમાં હતું અને તેમને પોતાનું મકાન 2015માં અનિલકુમાર નામના તેમના ભાણેજને રહેવા માટે આપ્યું હતું. રસિકલાલ પટેલ ભાણેજ પાસેથી મકાન ભાડું કે કંઈ લેતા ન હતા અને ભાણેજને ફ્રીમાં મકાન રહેવા માટે આપ્યું હતું. ત્યારબાદ 16 સપ્ટેમ્બરના રોજ રસિકલાલ પટેલે સુરત આવી  પોતાનું મકાન ખાલી કરવા સૂચના આપી હતી. રસિકલાલ પટેલના ભાણેજ અનિલકુમારે સ્પષ્ટપણે કહી દીધું હતું કે મકાન ખાલી કરાવું હોય તો 6 લાખ રૂપિયા આપવા પડશે. 

 
રસિકલાલ પટેલે સુરત પોલીસનો માન્યો આભાર
જેથી પોતાનું મકાન પરત મેળવવા માટે રસિકલાલ પટેલ ઉધના પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને  સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરને જાણ કરતા તેઑએ પોલીસને કાર્યવાહીના આદેશ આપ્યા હતા. ત્યારબાદ પોલીસે રસિકલાલ પટેલના ભાણેજને પોલીસ સ્ટેશન બોલાવીને આ સમગ્ર મામલે ભાણેજને કાયદાના પાઠ ભણાવ્યા હતા. વધુમાં પારિવારિક સમાધાન કરાવ્યું હતું.જેને લઇને રસિકલાલ પટેલને પોતાનું ઘર પરત મળી ગયું હતું. આથી રસિકલાલ પટેલે સુરત પોલીસ કમીશનર અને પોલીસ તંત્રની કામગીરીને પણ બિરદાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ