બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Surat Kadodara Lovers die by jumping from 5th floor
Dinesh
Last Updated: 05:41 PM, 29 January 2024
ADVERTISEMENT
કહેવાય છે કે, પ્રેમ આંધળો છે અને જે પ્રેમને પામવા માટે પ્રેમીઓ અનહદ સુધી જઈ શકે છે તેવા આપણે અવાર નવાર કિસ્સાઓ સાંભળ્યા છે. જેમાં કેટલાક પ્રેમી પંખીડાઓ એકબીજાને પામી શકે તેમ ન હોય ત્યારે કોઈ ઉપાય કે, સુજાવ મેળવવાના બદલે ફક્ત મોતને વ્હાલું સમજી લેતા હોય છે, ત્યારે ફરી એકવાર સુરતના કડોદરાથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પ્રેમી પંખીડાઓ આપઘાત કર્યો છે.
ADVERTISEMENT
5માં માળેથી લગાવી છલાંગ
આ પ્રેમીઓની વિગતે વાત કરીએ તો મધ્યપ્રદેશની 13 વર્ષની સગીરાને યુવક કડોદરા લઇ આવ્યો હતો. જો કે, રાત્રી દરમિયાન મધ્યપ્રદેશની પોલીસ તેમને શોધવા માટે આવી હતી. ત્યારે તે લોકોને લાગ્યું હવે પોલીસના હાથે પકડાઈ જઈશું અને જુદા થઈ જઈશુ. જેના ડરથી આ પ્રેમી પંખીડાઓએ સરગમ એપાર્ટમેન્ટના 5માં માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
વાંચવા જેવું: સુરતમાં ટામેટા બન્યાં પડોશીના મોતનું કારણ, રાતે માગવા ગયો, સવારમાં ચપ્પાથી પતાવી દીધો
સારવાર દરમિયાન મોત
પ્રેમી પંખીડાઓ રૂમમાં હતા ત્યારે પોલીસે દરવાજો પણ ખખડાવ્યો હતો. જે દરવાજ ખટખટાવ્યા બાદ સતત 5 મિનિટ સુધી પોલીસે ખોલવાની રાહ જોઈ હતી. પરંતુ તેમણે દરવાજો ખોલ્યો ન હતો. ત્યારબાદ આ બંન્નેએ ફ્લેટના પાંચમાં માળેથી છલાંગ લગાવી લીધી હતી. જો કે બાદમાં બંનેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન મોડી રાત્રે બંનેના મોત થયા હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT