બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Surat Laskana area migrant youth was stabbed to death with a paddle for the trivial matter of begging for tomatoes in
Dinesh
Last Updated: 07:46 PM, 28 January 2024
ADVERTISEMENT
સુરતના લસકાણા વિસ્તારમાં ટામેટા માંગવાની નજીવી બાબતમાં ચપ્પુના ઘા ઝીંકીને પરપ્રાંતિય યુવકની હત્યા કરવામાં આવી છે. મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો વતની બિઘાધરા પાંડવ શ્યામલ લસકાણા વિસ્તારની દ્વારકેશ સોસાયટીમાં ભાડેથી રહેતો હતો. 26 જાન્યુઆરીની રાત્રે બિઘાધરાના ઘેર મહેમાન આવતા તે પાડોશમાં રહેતા કાલુગુરૂના ઘેર ટામેટા લેવા ગયો હતો.
ADVERTISEMENT
બોલાચાલી બાદ પાડોશીએ ચપ્પુના ઘા ઝીંક્યાં
કાલુગુરૂએ ઘરનો દરવાજો નહીં ખોલતા પરત આવ્યો હતો. ત્યારબાદ સવારે દરવાજો નહીં ખોલવા બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન આવેશમાં આવી જઈને કાલુગુરૂએ બિઘાધરાને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનુ સારવાર મળે તે પહેલાં મોત થયુ હતુ. સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.
વાંચવા જેવું: બજેટ પહેલા ભૂપેન્દ્ર સરકાર 'પાસે પહોંચ્યાં' કાપડ વેપારીઓ, કરી 7 મોટી માગ, એક તો ચીનની કમર તોડનાર
નજીવી બાબતે હત્યા
જો કે, આવા સામાન્ય બનાવના પગલે હત્યાનું સ્વરૂપ લઈ લીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં આવી નજીવી બાબતમાં પણ હત્યાની ઘટના બની જાય છે તેવા અવાર નવાર ધ્યાને આવે છે. જે માનવ સમૂદાય માટે ચેતવતા કિસ્સ્સા છે સાથો સાથ માનસિક વિકૃત્તિઓની અસર હોય તેવું ચોક્સપણે કઈ શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.