બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:17 PM, 28 January 2024
ADVERTISEMENT
ગુજરાત સરકારનું વર્ષ 2024-25 માટેના બજેટને લઈ તૈયારીઓ તેજ થઈ છે ત્યારે રાજ્યમાં ટેક્સટાઈલના વેપારીઓ અમુક બાબતોમાં સુધારાની માગ કરી રહ્યા છે. જેમાં ઈન્કમટેક્સની લિમિટમાં વધારો કરી શકાય સાથે જ ETC ડિડક્શનની લીમીટને દોઢ લાખથી વધારીને અઢી લાખ કરવામાં આવે. મેડિકલ ક્ષેત્રમાં વધતા ખર્ચાને ધ્યાને રાખીને atd લીમિટમાં પણ વધારો કરવામાં આવે.
ADVERTISEMENT
ચીનના કપડા પર પ્રતિબંધ લગાવવા પણ માગ
સામાન્ય નાગરિક સમજી શકે તે માટે સ્લેબ વ્યવસ્થાને બદલે 5 લાખ, 10 લાખ અને 20 લાખ એવી રીતે લિમિટ સેટ કરવી જોઈએ. ચાઈનાથી ઈમ્પોર્ટ થતા કપડા પર પ્રતિબંધ લગાવવો જોઈએ. ચીનના કપડા પર અમુક ડ્યુટી લગાવવી જોઈએ જેનાથી સ્થાનિક વેપારીઓને બળ મળે અને સ્થાનિક રોજગાર વધે.
ચોથું સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી
ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમ્યાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે.
વાંચવા જેવું: રાજકોટમાં સટ્ટાકાંડને લઈને મોટા ખુલાસા: બે જ IDથી મળ્યા 24 કરોડના વ્યવહાર, ત્રિપુટીને બચાવવાનો પ્રયાસ!
'12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે'
વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી જણાવ્યું હતું કે, આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં બીજી ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે. જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમ્યાન વિધાનસભા સત્ર ચાલશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.