બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Riot after the MLA brother involvement in cricket betting came to light in Rajkot

ખુલાસા / રાજકોટમાં સટ્ટાકાંડને લઈને મોટા ખુલાસા: બે જ IDથી મળ્યા 24 કરોડના વ્યવહાર, ત્રિપુટીને બચાવવાનો પ્રયાસ!

Vishal Khamar

Last Updated: 11:32 AM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે થોડા દિવસ અગાઉ રેડ કરી ત્રણ બુકીને ઝડપી પાડી ક્રિકેટના સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. ક્રિકેટ સટ્ટાકાંડમાં મોટો ખુલાસો થવા પામ્યો છે.

  • રાજકોટમાં ક્રિકેટ સટ્ટાકાંડને લઈને મોટા ખુલાસા
  • લોધીકા સંઘના પૂર્વ ડિરેક્ટરે નાણાંનો વ્યવહાર કર્યો હોવાનો ખુલાસો
  • સટ્ટાની એપની 2 IDમાં 24 કરોડના વ્યવહારો મળ્યા

 રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે ક્રિકેટના સટ્ટાનાં નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં છ બુકીઓ બે આઈડી પર સટ્ટો રમાડતા હતા. અને 28 પેટા બુકીઓ આખું નેટવર્ક ચલાવતા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરતા ભાજપના નેતાનાં સગા ભાઈનું નામ તપાસમાં ખુલતા હડકંપ મચી જવા પામ્યો હતો.

 બે આઈડી પર પેટા 28 બુકીઓ મારફત ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા
ક્રાઈમ બ્રાંચ પીઆઈ બી.ટી.ગોહિલની ટીમે મંગળવારે શહેરમાં ત્રણ સ્થળો પર દરોડા પાડી ત્રણ બુકીઓ સુકેતું ભૂતા, ભાવેશ ખખ્ખર અને નિશાંત હરેશ ચગને ઝડપી લીધા હતા. ત્યારે છ બુકીઓ બે આઈડી પર પેટા 28 બુકીઓ મારફત ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા હતા. રાજકોટમાં ક્રિકેટ સટ્ટાકાંડને લઈને મોટો ખુલાસો થયો છે. લોધીકા સંઘના પૂર્વ ડિરેક્ટરે નાણાંનો વ્યવહાર કર્યો હોવાનો ખુલાસો થયો હતો. સટ્ટાની એપની 2 આઈડીમાં 24 કરોડનાં વ્યવહારો મળ્યા હતા. આ બંને આઈડીમાં મહેશ આસોદરીયા, રાજુ સોમાણીનાં વ્યવહારો સામે આવ્યા હતા. તેમજ મુખ્ય આરોપીઓ તેજસ રાજદેવ અને ત્રિપુટીને બચાવવા પ્રયાસો કરાયા છે. ક્રિકેટ સટ્ટાકાંડનો આંકડો 25 કરોડને પાર થયો છે. 

વધુ વાંચોઃ ઈડરના વનવિસ્તારમાં પહાડો વચ્ચે લટકતી હાલતમાં મળ્યું માનવ કંકાલ: 6 મહિના પહેલા મોતનું અનુમાન, પોલીસ તપાસ શરૂ

પોલીસ તપાસમાં ભાપજના કાર્યકરનું નામ ખુલતા હડકંપ
પોલીસ તપાસમાં ભાજપના ધારાસભ્યના ભાઈ રાજુ સોમાણીનું નામ બહાર આવવા પામ્યું હતું. તેમજ પેટા બુકી તરીકે રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકનાં પૂર્વ ડિરેક્ટર પદે તેમજ રાજકોટ જીલ્લા ભાજપનાં કિસાન મોરચાનાં ઉપપ્રમુખ મહેશ આસોદરિયાનું નામ ખુલવા પામ્યું હતું.  ત્યારે ભાજપ દ્વારા મહેશ આસોદરિયાને મહત્વનો હોદ્દો આપતા સંનિષ્ઠ કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ