બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A human skull was found hanging between the mountains in the forest area of Eder

રહસ્ય / ઈડરના વનવિસ્તારમાં પહાડો વચ્ચે લટકતી હાલતમાં મળ્યું માનવ કંકાલ: 6 મહિના પહેલા મોતનું અનુમાન, પોલીસ તપાસ શરૂ

Vishal Khamar

Last Updated: 10:28 AM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના ઈડરમાં સીમ વિસ્તારમાં માનવ કંકાલ મળી આવ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • સાબરકાંઠાના ઇડરમાં સીમ વિસ્તારમાં મળી આવ્યું માનવ કંકાલ 
  • 6 મહિના જૂના માનવ કંકાલને લઇ પોલીસે તપાસ હાથ ધરી 
  • મહિલાએ આત્મહત્યા કરી કે હત્યા થઇ તેને લઇને પોલીસે તપાસ હાથ ધરી

 સાબરકાંઠાના ઈડરમાં સીમ વિસ્તારમાં માનવ કંકાલ મળી આવ્યું હતું. મુડેટી પાટિયા અને વસાઈ સીમ પાસેના પહાડોમાંથી માનવ કંકાલ મળ્યું હતું. ઝાડની ડાળીમાં સાડીથી લટકતું મહિલાનું માનવ કંકાલ મળી આવ્યું હતું. મહિલાનો માનવ કંકાલ હોવાની પોલીસને આશંકા છે. માનવ કંકાલ પાસેથી મહિલાના પગરખાં અને કપડાં મળી આવ્યા હતા. 

માનવ કંકાલને FSL માં મોકલી તપાસ હાથ ધરી
ત્યારે 6 મહિના જૂના માનવ કંકાલને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે. ત્યારે ફોરેસ્ટ પેટ્રોલિંગ વિભાગનું ધ્યાન કેમ ગયું તેને લઈને સવાલ છે. પોલીસે મહિલાના માનવ કંકાલને FSL માં મોકલી તપાસ હાથ ધરી છે. મહિલાએ આત્મહત્યા કરી કે હત્યા થઈ તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. 

વધુ વાંચોઃ સુહાગરાત પહેલા છૂમંતર! જામનગરના બે ખેડૂત મિત્રોને લાખોનો ચૂનો લગાડી અઢી કલાકમાં ભાગી ગઈ 2 દુલ્હન

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
એકાએક માનવ કંકાલ મળી આવ્યાની વાત વાયુવેગે સમગ્ર ગામમાં પ્રસરી જતા મોટી સંખ્યામાં ગ્રામજનોના ટોળે ટોળા કંકાલને જોવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ