બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Two farmers of Jamnagar ran away within two and a half hours after cheating their friends of lakhs of rupees

અમદાવાદ / સુહાગરાત પહેલા છૂમંતર! જામનગરના બે ખેડૂત મિત્રોને લાખોનો ચૂનો લગાડી અઢી કલાકમાં ભાગી ગઈ 2 દુલ્હન

Vishal Khamar

Last Updated: 10:24 AM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોને કહેવી મારા દુખની વાત. મેં હજુ લગ્ન કર્યા હતા. અઢી કલાક થયા હતા. હું અને મારો મિત્ર બન્ને કન્યા સાથે ઘરે જઈ રહ્યાં હતા. મને ખુશી હતી. સાથે જીવનસાથી હતી. રાતે સુહાગરાત હતી. સીમા સાથે જીવવાના લાખ અરમાન હતા. પરંતુ જેની સાથે પૈસા આપીને લગ્ન કર્યા હતા. તે સીમા અઢી કલાકમાં મને મામુ બનાવીને જતી રહી છે. કોડીએ રમવાના મારા કોડ અધૂરા રહ્યાં. આ લૂંટેરી દુલ્હન મને લૂંટ ગઈ સાહેબ....

  • અમદાવાદમાં દોઢ કલાકમાં બે લૂંટરી દુલહન ફરાર
  • રામોલ પોલીસે 8 વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી
  • લગ્ન કરવા આવેલા ખેડૂત મિત્રોને ચૂનો લગાવી લૂંટેરી દુલ્હન ફરાર

અમદાવાદમાં દોઢ કલાકના લગ્ન જીવન એક સાથે બે લૂંટરી દુલહન થઈ ફરાર છે. રામોલ પોલીસે લૂંટરી દુલહન અને મેરેજ બ્યુરો સહિત 8 લોકો વિરૃદ્ધ  ફરિયાદ નોંધી હતી. લગ્ન કરવા જામનગરથી આવેલા બે ખેડૂત મિત્રોને ચુનો લગાવીને લૂંટેરી દુલહન થઈ ફરાર થઈ ગઈ હતી.

જામનગરમાં બે ખેડૂત મિત્રો જગદીશ સંઘાણી અને દીપકભાઈ લૂંટેરી દુલહનનો શિકાર બન્યા. આ બંન્ને મિત્રોને લગ્ન કરવા હતા જેથી કરજણની મેરેજ બ્યુરો ચલાવતી સરોજબેનનો સંપર્ક ર્ક્યો હતો. અને સરોજબેનએ રામોલમાં ગણેશ મેરેજ બ્યુરો ચલાવતા ધવલભાઈનો સંપર્ક કરાવ્યો હતો. ધવલએ યુવતીને જોવા બંને મિત્રો જગદીશ અને દીપકને અમદાવાદ બોલાવ્યા હતા. આ બંન્ને મિત્રો અને તેમના પરિવાર રામોલ પહોંચ્યો હતો. લગ્ન કરવા એક યુવતીના 3 લાખની માંગ કરી હતી. પરંતુ વાતચીત બાદ 1.20 લાખમાં નક્કી થયું. રાત્રે 9 વાગે મીરજાપુર કોર્ટની સામે વકીલની ઓફિસમાં જગદીશના કૈલાસ નામની યુવતી અને દીપકને સીમા નામની યુવતી સાથે લગ્ન કર્યા. અને જામનગર જવા રવાના થયા. લગ્નના દોઢ કલાક બાદ ઉજાલા સર્કલ નજીક નવવધૂ જમવા બેઠા હતા. ત્યારે બંને લૂંટરી દુલહન બાથરૂમ જવાનું કહીને ગાડીમાં ફરાર થઇ ગઇ હતી.

 કૃણાલ દેસાઈ ( ACP, આઈ ડિવિઝન)

ખેડૂત મિત્રો સાથે રૂા. 2.45 લાખની છેતરપીંડી

ખેડૂત મિત્રોને લગ્ન કરવા ભારે પડ્યા. લૂંટરી દુલહન અને તેના માણસો રૂ 2.45 લાખની છેતરપીંડી કરીને ફરાર થઇ ગયા હતા. દોઢ કલાકના લગ્ન જીવન અને લૂંટરી દુલહન દ્વારા છેતરપીંડીને લઈને રામોલ પોલીસે ગણેશ મેરેજ બ્યુરો ના ધવલભાઇ, કરજણ મેરેજ બ્યુરોની સરોજબેન, લૂંટેરી દુલહન કૈલાસ અને સીમા.. તેમજ બ્યુરોમાં કામ કરતા કિરણબેન, અસ્મિતાબેન, ધવલ અને શંકર સહિત 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

વધુ વાંચોઃ બનાસ નદીના તટ પર વસેલું મહાદેવિયા ગામ, જ્યાં બિરાજે સોનેશ્વર મહાદેવ, ચડે છે મીઠું અને રીંગણ, ઇતિહાસ અદભૂત

લગ્નના નામે લૂંટરી દુલહન દ્વારા અનેક લોકોને ટ્રાગેટ કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ફરી એક વખત લગ્ન વિચ્છુક યુવક લૂંટેરી દુલહનનો ભોગ બન્યા છે. આ કેસમાં પોલીસે આરોપીના ફોટો મેળવીને જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ