ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Supreme Court stayed the decision of the High Court in the UP Madrasa Act case

BIG NEWS / સુપ્રીમ કોર્ટે UP મદરેસા એક્ટ કેસમાં હાઈકોર્ટના નિર્ણય પર લગાવી રોક, સરકારને આપી નોટિસ

Published By: Priykant Shrimali

Last Updated: 02:33 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UP Board of Madarsa Education Act 2004 Latest News : UP યુપીના મદરેસા એક્ટને ગેરબંધારણીય જાહેર કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો

ADVERTISEMENT

UP Board of Madarsa Education Act 2004 : ઉત્તર પ્રદેશના મદરેસા એક્ટ કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ છે. વાત જાણે એમ છે કે, UP યુપીના મદરેસા એક્ટને ગેરબંધારણીય જાહેર કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટે મદરેસા એક્ટની જોગવાઈઓને સમજવામાં ભૂલ કરી છે. આ કાયદો બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંત વિરુદ્ધ હોવાનું હાઈકોર્ટનું માનવું ખોટું છે. હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, UP સરકાર અને UP મદરેસા શિક્ષણ બોર્ડને નોટિસ ફટકારી છે.

UP મદરેસા એક્ટ 2004 શા માટે ઘડવામાં આવ્યો?
UP બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ, 2004 રાજ્યમાં મદરેસાની શિક્ષણ પ્રણાલીને સુધારવા માટે બનાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત બોર્ડ તરફથી માન્યતા મેળવવા માટે મદરેસાઓએ ચોક્કસ લઘુત્તમ ધોરણો પૂરા કરવા જરૂરી હતા.

બોર્ડે મદરેસાઓને અભ્યાસક્રમ, શિક્ષણ સામગ્રી અને શિક્ષકોની તાલીમ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી.પરંતુ તપાસમાં જાણવા મળ્યું છે કે મદરેસાઓમાં સરકારી પૈસાથી ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું. જે બાદ હાઈકોર્ટે તેને ધર્મનિરપેક્ષતાના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવ્યું અને તેને ગેરબંધારણીય જાહેર કર્યું. જેના કારણે સરકાર તરફથી મળતી સહાય બંધ થઈ જશે. આવી સ્થિતિમાં હવે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જ્યાં આજે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે.

વધુ વાંચો: કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર: નામ આપ્યું 'ન્યાય પત્ર', MSP કાયદો, 25 ગેરંટીથી લઇને જાણો કયા-કયા વાયદાઓને આવરી લેવાયા

શું હતી અરજદારની માંગ?
નોંધનીય છે કે, મદરેસાના મેનેજર અંજુમ કાદરી અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં હાઈકોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવીને મનસ્વી ગણાવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આ નિર્ણયને કારણે મદરેસામાં ભણતા લાખો બાળકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયો છે. તેથી જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ મદરેસા એક્ટની બંધારણીય માન્યતા અંગે નિર્ણય ન લે ત્યાં સુધી હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મુકવો જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Madarsa Education Act Supreme Court UP Board Of Madarsa Education Act મદરેસા મદરેસા એક્ટ UP Board Of Madarsa Education Act

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ