બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Supreme Court relief to BJP leader Shahnawaz Hussain

BIG NEWS / ભાજપ નેતા શાહનવાઝ હુસેનને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત, દુષ્કર્મનાં કેસમાં FIR નહીં નોંધાય

Priyakant

Last Updated: 01:48 PM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહી ચૂકેલા BJP નેતા શાહનવાઝ હુસૈન સામે બળાત્કાર સહિત અન્ય કલમોમાં કેસ દાખલ કરી FIR નોંધવા આદેશ કર્યો હતો

  • ભાજપના નેતા સૈયદ શાહનવાઝ હુસૈન સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત
  • સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી 
  • દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના આરોપમાં હુસૈન વિરુદ્ધ FIR નોંધવા કહ્યું હતું 

ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈયદ શાહનવાઝ હુસૈનને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આજે સૈયદ શાહનવાઝ હુસૈનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં બિહારના ભૂતપૂર્વ પ્રધાન સામે બળાત્કાર અને ધાકધમકીના આરોપમાં એફઆઈઆર નોંધવાનું કહ્યું હતું.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા શાહનવાઝ હુસૈનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. આ પહેલા 18 ઓગસ્ટના રોજ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહી ચૂકેલા બીજેપી નેતા શાહનવાઝ હુસૈન સામે બળાત્કાર સહિત અન્ય કલમોમાં કેસ દાખલ કરી એફઆઈઆર નોંધવા આદેશ કર્યો હતો. એટલું જ નહીં કોર્ટે પોલીસને આ કેસની તપાસ 3 મહિનામાં પૂરી કરવા માટે કહ્યું છે.

દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ આશા મેનનની બેંચે પોલીસને પીડિત મહિલા દ્વારા થોડા વર્ષો પહેલા કરવામાં આવેલી ફરિયાદમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટમાં તમામ તથ્યોને જોતાં સ્પષ્ટ થાય છે કે,  આ કેસમાં એફઆઈઆર નોંધવામાં પોલીસ તરફથી સંપૂર્ણ અનિચ્છા હતી. હાઈકોર્ટે કહ્યું કે, પોલીસ દ્વારા નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવેલ અહેવાલ અંતિમ રિપોર્ટ નથી.

શું છે સમગ્ર મામલો ? 

જાન્યુઆરી 2018માં દિલ્હીમાં રહેતી એક મહિલાએ નીચલી કોર્ટમાં અરજી કરીને હુસૈન સામે બળાત્કારનો કેસ દાખલ કરવાની અપીલ કરી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, શાહનવાઝ હુસૈને છતરપુર ફાર્મ હાઉસમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પહેલા પોલીસે નીચલી કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો કે,  શાહનવાઝ હુસૈન સામેનો કેસ બહાર નથી આવ્યો. કોર્ટે કહ્યું હતું કે મહિલાની ફરિયાદમાં કોગ્નિઝેબલ ગુનાનો કેસ છે. કોર્ટે જુલાઈ 2018માં શાહનવાઝ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો, આ નિર્ણયને ભાજપના નેતાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે હવે શાહનવાઝને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ