બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Suicide of wife of IPS RT Susra in Ahmedabad, Husband is DCP in Marine Force

આત્મહત્યા / અમદાવાદમાં IPS અધિકારીના પત્નીએ આપઘાત કરતાં ચકચાર: મરીન ફોર્સમાં DCP છે પતિ, એક મહિના પહેલાં જ લગ્નની 31મી વર્ષગાંઠ ઉજવી હતી

Priyakant

Last Updated: 02:52 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPS RT Susra's Wife Suicide News: હજી એક મહિના પહેલા જ લગ્નની 31 મી વર્ષગાંઠ ઉજવ્યા બાદ હવે IPSની પત્નીએ અચાનક જીવન ટૂંકાવી લીધું, આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ

  • અમદાવાદમાં IPSની પત્નીનો આપઘાત 
  • થલતેજ ખાતે નિવાસ સ્થાને કર્યો આપઘાત
  • અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
  • IPS આર.ટી.સુસરાની પત્નીનો આપઘાત
  • પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી
  • આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ 

IPS RT Susra's Wife Suicide : અમદાવાદમાં  IPS અધિકારીની પત્નીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ અમદાવાદના થલતેજ ખાતે રહેતા  IPS આર.ટી.સુસરાના પત્ની સાલુબેને આપઘાત કરી લીધો છે. હજી એક મહિના પહેલા જ લગ્નની 31 મી વર્ષગાંઠ ઉજવ્યા બાદ હવે તેમણે અચાનક જીવન ટૂંકાવી લીધું છે. આ તરફ હજી સુધી આપઘાતનું કોઈ કારણ સામે આવ્યું નથી. ઘટનાને લઈ બોડકદેવ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે.

વલસાડ મરીન સિક્યોરિટીમાં DCP તરીક ફરજ બજાવતા IPS આર.ટી.સુસરાના પત્ની સાલુબેને જીવન ટૂંકાવી દીધું છે. વાત જાણે એમ છે કે,  IPS આર.ટી.સુસરાના પત્ની સાલુબેને થલતેજ સ્થિત તેમના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. થલતેજના શાંગ્રિલા બંગલોમાં IPS આર.ટી.સુસરા પરિવાર સાથે રહે છે. જોકે આજે અચાનક તેમના પત્નીએ આપઘાત કરી લેતા  પરિજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ