ગુજરાતમાં છેલ્લા 20થી 25 દિવસમાં એન્ટીબાયોટિક, એન્ટીએલર્જિક દવાઓ અને કફસીરપની માગમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.
H3N2નો રાજ્યમાં વધી રહ્યો છે કહેર
રાજ્યમાં દવાઓની એકાએક માંગ વધી
દવાની માંગમાં 25થી 30 ટકાનો વધારો નોંધાયો
ભારતમાં ઈન્ફ્લૂએન્ઝા H3N2ના કારણે 2 લોકોના મોત નોંધાયા છે. આ બંને કેસો હરિયાણા અને કર્ણાટકમાં સામે આવ્યાં છે. કર્ણાટકનાં દર્દીને તાવ, ગળાંમાં ઈન્ફેક્શન, ઉધરસ જેવા ગંભીર લક્ષણો દેખાઈ રહ્યાં હતાં. આ જાણકારી હેલ્થ ડિપાર્ટમેન્ટે શુક્રવારે જાહેર કરી હતી. સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં H3N2 ઇન્ફ્લૂએન્ઝા વાયરસનો ખતરો વધતા ગુજરાતમાં દવાઓની એકાએક માંગ વધી છે.
એન્ટીબાયોટિક દવાની માંગમાં વધારો
રાજ્યમાં એન્ટીબાયોટિક અને એન્ટીએલર્જિક દવાઓની માંગમાં 25થી 30%નો વધારો નોંધાયો છે. આ સાથે જ કફસીરપની માગમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. શરદી, ઉધરસ અને તાવ લક્ષણો દેખાતા દવાઓની માગ વધી છે. રાજ્યમાં ઝડપથી ફેલાતા વાયરલ ઇન્ફેક્શનથી ચિંતા વધી છે.
શરદી, ઉધરસ અને તાવ લક્ષણો દેખાતા દવાની માંગ વધી
આ અંગે માહિતી આપતા ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જસુભાઈ પટેલે જણાવ્યું કે, છેલ્લા લગભગ 20થી 25 દિવસથી ફરીથી પાછો જાણે કોરોના બેઠો થયો હોય એવી રીતની વાયરલ ઇફેક્ટો થવા લાગી છે. લોકોમાં ગળાનું ઇન્ફેક્શન, શરદી અને તાવની ફરિયાદો વધી છે. પરંતુ વેક્સિન લીધેલી છે એટલે મોટી અસર દેખાતી નથી.
જસુભાઈ પટેલ (પ્રમુખ,ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન)
કફ સીરપની માંગમાં પણ ધરખમ વધારો
તેઓએ જણાવ્યું કે, વાયરલ ઇન્ફેક્શનના કારણે એન્ટીબાયોટિક અને એન્ટીએલરઝિક દવાઓની માંગ વધી છે. કફસીરપની માંગમાં પણ ધરખમ વધારો થયો છે. આ બધી દવાઓના વેચાણમાં લગભગ 25થી 30 ટકા જેટલો વધારો થયો છે. ઘણી જગ્યાએ લોકો જાત ઉપચાર કરવા જતાં હોય છે, પરંતુ એન્ટીબાયોટિક દવાઓ ડોક્ટરોને પૂછીને લેવી જોઈએ. તેમણે જણાવ્યું કે, હોંગકોગ ફ્લૂ એ વાયરલ ઇન્ફેક્શન જ છે. લોકોને એવું હતું કે સિઝન બદલાય એટલે આવું થાય છે. પરંતુ જે સ્પીડે ઘરમાં એકને થાય એટલે બધાને તેનો ચેપ લાગે છે. ભૂતકાળમાં કોરોનાનું જે રૂપ હતું એવું જ દેખાય છે.
કર્ણાટકમાં દર્દીનું થયું હતું મોત
ઈન્ફ્લૂએન્ઝા H3N2ના કારણે હરિયાણા અને કર્ણાટકમાં 1-1 લોકોના મોત થયા છે. કર્ણાટકમાં 82 વર્ષના હાસન જિલ્લાના અલૂર તાલુકાના દર્દીને 24 ફેબ્રુઆરીના રોજ હાસન ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં ભરતી કરવામાં આવ્યાં હતાં. આ દર્દીનું 1 માર્ચના રોજ મોત થયું હતું.
શનિવારે ખાસ બેઠકનું આયોજન
દેશમાં આ ગંભીર વાયરસની સ્થિતિને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. હવે નીતિ આયોગે શનિવારે આ મુદા પર ચર્ચા કરવા માટે ખાસ બેઠકનું આયોજન કરેલ છે. આ મીટિંગમાં રાજ્યોમાં આ વાયરસની હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. તમામ રાજ્યોની સ્થિતિ અંગે વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્યને જો કેન્દ્ર તરફથી સહાયતાની આવશ્યકતા છે તો એ અનુસાર પગલાંઓ ભરવામાં આવશે.
H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસ શું છે?
H3N2 ઈન્ફલ્યુએન્ઝાને હોંગકોંગ ફ્લૂ પણ કહેવામાં આવે છે. H3N2 એક પ્રકારનો ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે, જે શ્વાસ સંબંધિત ઘણા પ્રકારની બીમારીઓનું કારણ બને છે. H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસ દેશમાં આ અગાઉઘણી વાર મહામારીનું કારણ બન્યો છે.
વાયરસના લક્ષણો
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડીને વાયરસના લક્ષણો જણાવવામાં આવ્યા હતા. જે નીચે મુજબ છે.