બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / strict parenting is linked to long term mental illness in children

health / માતા-પિતા સાવધાન! બાળકો સાથે વધુ પડતી કઠોરતા છે નુકસાનકારક, સામે આવ્યો ચોંકાવનારો સ્ટડી

Manisha Jogi

Last Updated: 12:54 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક માતા પિતા તેમના બાળકને પ્રેમ કરે છે. આ કારણોસર બાળપણથી જ ડિસીપ્લીન અને અનુશાસનમાં રાખવાની કોશિશ કરવામાં આવે છે.

  • દરેક માતા પિતા તેમના બાળકને પ્રેમ કરે છે
  • માતા પિતા બાળકો સાથે સ્ટ્રિક્ટ બની જાય છે
  • જેના કારણે બાળકો માનસિક તણાવનો ભોગ બને છે

 દરેક માતા પિતા તેમના બાળકને પ્રેમ કરે છે. તમામ માતા પિતા તેમના બાળકને એક સફળ અને જવાબદાર વ્યક્તિ તરીકે જોવા માંગે છે. આ કારણોસર બાળપણથી જ ડિસીપ્લીન અને અનુશાસનમાં રાખવાની કોશિશ કરવામાં આવે છે. અનેક વાર બાળકોને ડિસીપ્લીનમાં રાખવાની કોશિશમાં માતા પિતા સ્ટ્રિક્ટ બની જાય છે. તમે પણ આ પ્રકારે કરી રહ્યા છો, તો તમારા બાળકો માનસિક રૂપે બિમાર થઈ શકે છે. 

કડકાઈ દાખવવાથી બાળકોના માનસિક આરોગ્ય પર અસર
માતા પિતા બાળકો સાથે કડકાઈપૂર્વક વલણ દાખવે તો બાળકોના માનસિક આરોગ્ય પર અસર થઈ શકે છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ અને ડબલિને કરેલ સ્ટડી પરથી આ બાબતે જાણવા મળ્યું છે. આ સ્ટડી પરતી જાણવા મળ્યું છે કે, બાળકો સાથે કડકાઈપૂર્વક વલણ કરવાથી માનસિક આરોગ્યને નુકસાન થઈ શકે છે. આ રિસર્ચમાં 7,500થી વધુ બાળકોને શામેલ કરવામાં આવ્યા હતા. બાળકો સાથે કડકાઈપૂર્વક વલણ કરવાથી બાળકોને મેન્ટલ ડિસઓર્ડર થઈ શકે છે. રિસર્ચર્સે જણાવ્યું છે કે, આ તમામ બાળકોમાંથી 10 ટકા બાળકોનું માનસિક આરોગ્ય ખરાબ થવાનું જોખમ હતું. આ બાળકોને માતા પિતાના કડકાઈયુક્ત વલણનું પાલન કરવાની આદત હતી. 

સંશોધન પરથી જાણવા મળ્યું છે કે, માનસિક આરોગ્ય ખરાબ થવા પાછળ માતા પિતાનું કડકાઈયુક્ત વલણ જ નહીં, પરંતુ ફિઝિકલ હેલ્થ જેન્ડર અથવા સામાજિક પરિસ્થિતિ પણ જવાબદાર હોઈ શકે છે. નાના બાળકોની સરખામણીએ 9 વર્ષ કરતા વધુના બાળકો સાથે કડકાઈયુક્ત વલણ કરવાથી માનસિક આરોગ્ય પર અસર થઈ શકે છે. 

સ્ટ્રિક્ટ પેરેન્ટિંગની આડઅસર

  • બાળકો સાથે વધુ પડતુ કડકાઈયુક્ત વલણ કરવાથી બાળકોના વિકાસ પર ખરાબ અસર થઈ શકે છે. બાળકોમાં આત્મવિશ્વાસનો અભાવ થઈ શકે છે. તમામ કામ કરવા માટે અન્ય લોકો પર નિર્ભર રહે છે. 
  • આ પ્રકારના બાળકો નવી વસ્તુ ટ્રાય કરી શકતા નથી. આ બાળકોને હંમેશા ડર રહે છે કે, કંઈક ખોટુ થશે તો તેમને બોલવામાં આવશે અથવા સજા આપવામાં આવશે. આત્મવિશ્વાસના અભાવને કારણે બાળકો પ્રયોગ કરતા પહેલા અચકાય છે. 
  • સ્ટ્રિક્ટ પેરેન્ટિંગના કારણે બાળકો મન ખોલીને વાત કરી શકતા નથી. આ કારણોસર બાળકોને મૂંઝવણ થયા કરે છે અને ડિપ્રેશનનો શિકાર બને છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ