બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Strength in the stock market on the first trading day Sensex returned after touching 60 thousand

ફલોફલ / શેર બજારમાં કારોબારી સપ્તાહના પહેલા દિવસે આ શેરોના સપાટા, સેન્સેક્સ 60 હજારની સપાટીને ટચ કરી પાછો પડ્યો, ટાટા મોટર્સ બલ્લે બલ્લે

Kishor

Last Updated: 04:35 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે પણ ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. BSE સેન્સેક્સ 13.54 પોઈન્ટના વધારા સાથે 59,846.51 પર બંધ થયો હતો.

  • ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજાર વધારા સાથે બંધ
  • સેન્સેક્સ 60 હજારના સ્તરે પહોંચી ગયો
  • BSE સેન્સેક્સ 13.54 પોઈન્ટના વધારા સાથે 59,846.51 પર બંધ

છેલ્લા કેટલાક દિવસથી શેર બજારમાં વળતરના ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે. ત્યારે આજે પણ ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. ખાસ વાત એ છે કે સપ્તાહના પ્રથમ કારોબારીના દિવસે જ સેન્સેક્સ 60 હજારના સ્તરે પહોંચી ગયો હતો. ત્યારબાદ મામુલી ઘટાડો પણ નોંધાયો હતો.

નવા વર્ષના બીજા દિવસે શેરબજાર અપ, સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ખૂલ્યાં  | market update sensex and nifty in the green zone

NSE નિફ્ટીમાં પણ આજે વધારો
આજે BSE સેન્સેક્સ 13.54 પોઈન્ટના વધારા સાથે 59,846.51 પર બંધ થયો છે. તો NSE નિફ્ટીમાં પણ આજે વધારો નોંધાયો હતો. જે 11.10 પોઈન્ટના વધારા સાથે 17,610.25 પર સ્થિર રહ્યો હતો. સપ્તાહના પ્રથમ દિવસે લીલા નિશાન સાથે બજાર ખુલ્યુ હતું. બાદમાં કારોબાર દરમિયાન બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. કારોબારના પ્રથમ એક સમયે સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ ઉછળીને 60 હજારને અડી ગયો હતો.

ટાટા મોટર્સનો શેર 5.36 ટકા વધારો

બાદમાં પાછળથી વેચવાલીથી આંક નીચે આવ્યો હતો. બીજી બાજુ ટાટા મોટર્સના શેરએ પણ આજે રોકાણકારો રાજી કર્યા હતા. આ શેરના આજના કારોબારમાં જોરદાર તેજી દેખાઈ હતી. ટાટા મોટર્સનો શેર 5.36 ટકા વધીને રૂ. 461 સુધી પહોંચી ગયો હતો. આ ઉપરાંત આજના દિવસે આઈટી કંપનીના શેરમાં પણ સારો એવો ઉછાળો આવ્યો હતો. તથા વિપ્રો ટીસીએસએ એચસીએલ ટેક જેવા આઈટી શેરો 1 ટકાથી વધુ વધ્યા હતા. જેને લઈને રોકાણકારો ગેલમાં આવ્યા હતા.વધુમાં ઓએનજીસીમા 3.98 ટકા અને adanient માં 2.45 તથા grasim 2.15 ટકા અને વિપ્રો માં 2.03 નો વધારો નોંધાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ