બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / story ujjain news murari bapu worshiped mahakal temple with lungi and white cloth created ruckus

વિવાદ / મોરારી બાપુ પર ફરી મોટો વિવાદ: આવું કપડું બાંધીને ઉજ્જૈનના મહાકાલની કરી પૂજા, તો પૂજારીઓ થયા નારાજ

Malay

Last Updated: 10:51 AM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉજ્જૈન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં મોરારી બાપુએ માથે સફેદ કપડું બાંધી અને લુંગી પહેરીને બાબા મહાકાલની પૂજા કરતા સર્જાયો વિવાદ, અખિલ ભારતીય પૂજારી મહાસંઘના અધ્યક્ષે કહ્યું, આ મર્યાદાઓને અનુકુળ નથી.

  • મોરારી બાપુના પહેરવેશને લઈને સર્જાયો વિવાદ
  • માથે સફેદ કપડું બાંધી મહાકાલની કરી પૂજા 
  • અખિલ ભારતીય પૂજારી મહાસંઘે ઉઠાવ્યો વાંધો

ઉજ્જૈનના મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં મોરારી બાપુએ માથા પર સફેદ કપડું બાંધી દર્શન અને પૂજા કરતા વિવાદ સર્જાયો છે. અખિલ ભારતીય પૂજારી મહાસંઘના અધ્યક્ષે આ મામલે વાંધો ઉઠાવ્યો છે.

No description available.

મોરારી બાપુના કપડાને લઈને વિવાદ 
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 5 ઓગસ્ટે એક દિવસીય રામકથા કરવા માટે મોરારી બાપુ ઉજ્જૈન પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જઈને જળાભિષેક અને મહાકાલની પૂજા કરી હતી. જે કપડા પહેરીને મોરારી બાપુ મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં ગયા હતા, તેને લઈને હવે પૂજારી મહાસંઘે વાંધો ઉઠાવ્યો છે. અખિલ ભારતીય પૂજારી મહાસંઘનું કહેવું છે કે, મોરારી બાપુએ માથા પર સફેદ કપડું બાંધીને અને સફેદ લુંગી પહેરીને ભગવાન મહાકાલના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો, જે મર્યાદાઓને અનુકુળ નથી. અમે તેમનો વિરોધ નથી કરી રહ્યા પરંતુ આ વાત ધ્યાન પર લાવી રહ્યા છીએ.

ઉજ્જૈનના રાજા છે મહાકાલઃ મહેશ પૂજારી
અખિલ ભારતીય પૂજારી મહાસંઘના અધ્યક્ષ મહેશ પૂજારીએ જણાવ્યું કે મહાકાલ ઉજ્જૈનના રાજા છે. મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં જવા માટે એક અલગ વ્યવસ્થા છે. જે રીતે મસ્જિદોમાં ટોપીનો નિયમ છે, ગુરુદ્વારામાં માથા પર પાઘડીનો નિયમ છે, એવી જ રીતે કોઈ વ્યક્તિ ક્યારેય ગર્ભગૃહમાં મહાકાલની સામે માતા પર કપડા કે પાઘડી બાંધીને જઈ શકતા નથી. ભક્તો માત્ર ધોતી પહેરીને જ ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકે છે. બાપુએ સફેદ લુંગી પહેરી હતી અને માથે સફેદ કપડું બાંધ્યું હતું. 

 ujjain murari bapu worshiped mahakal temple with lungi and white cloth created ruckus

આ વસ્તુઓ પર છે પ્રતિબંધ
તેમણે જણાવ્યું કે, ગર્ભગૃહમાં કોઈપણ પ્રકારના ચામડા, બેલ્ટ, પર્સ, ટોપી, હથિયાર લઈને પ્રવેશવા પર પ્રતિબંધ છે. મહાકાલેશ્વર વ્યવસ્થાપન સમિતિના જવાબદાર લોકોએ મોરારી બાપુને મંદિરની આ પરંપરા વિશે જાણ કરવી જોઈતી હતી જેથી તેઓ નિયમોનું પાલન કરે.

મોરારી બાપુએ આપ્યો આ જવાબ 
બીજી બાજુ મોરારી બાપુએ આ મામલે કહ્યું હતું કે 12 જ્યોતિર્લિંગ યાત્રા દરમિયાન તિરુપતિ બાલાજીના દર્શન થયા હતા. ત્યાંની પરંપરા મુજબ મેં મંદિરમાં મુંડન કરાવ્યું હતું અને પછી ગુજરાતી પાઘડી પહેરી હતી. મારા દાદા, પિતા અને આગળની પેઢીઓએ આ ગુજરાતી વિશિષ્ટ પાઘડી પહેરી છે. તે સૌરાષ્ટ્રના પરંપરાગત પહેરવેશ છે.

જબરદસ્તી 'જય શ્રી રામ' બોલાવવાવાળાને મોરારિબાપુએ આપી મોટી સલાહ, રાજકીય  પાર્ટીઓના કાવાદાવા વિશે પણ ખૂલીને જુઓ શું બોલ્યા I Morari Bapu statement on  jay ...

5 ઓગસ્ટે ઉજ્જૈન પહોંચ્યા હતા મોરારી બાપુ
એવું કહેવાય છે કે મોરારી બાપુ 5 ઓગસ્ટે ઉજ્જૈનમાં મહાકાલ લોક પાસે આવેલા સરસ્વતી શિશુ મંદિરમાં રામ કથા સંભળાવવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના હજારો અનુયાયીઓ પણ હતા. મોરારી બાપુ તેમની વિશેષ ટ્રેન દ્વારા ઉજ્જૈન પહોંચ્યા હતા. મોરારી બાપુ અધિક શ્રાવણ માસમાં દેશભરના બાર જ્યોતિર્લિંગોમાં રામકથા સંભળાવવા નીકળ્યા છે. બાપુ 12 હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પહોંચ્યા હતા. મોરારી બાપુની આ યાત્રા ઋષિકેશથી વિશેષ ટ્રેન દ્વારા શરૂ થઈ હતી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ