બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / stayed away from presidential suite in new delhi why did canadian pm justin trudeau stay in normal room

India-Canada News / G20 સમિટ દરમિયાન આલીશાન પ્રેસિડેન્શિયલ સ્યુટ બુક હોવા છતાં નોર્મલ રૂમમાં કેમ રોકાયા હતા જસ્ટિન ટ્રુડો? ઉઠી રહ્યા છે સવાલ

Malay

Last Updated: 08:00 AM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-Canada News: ભારત સરકારના મહેમાન હોવાના કારણે જસ્ટિન ટ્રુડોને પ્રેસિડેન્શિયલ સ્યુટ ફાળવવામાં આવ્યો હતો, પરંતુ તેઓ પ્રેસિડેન્શિયલ સ્યુટમાં રહેવાને બદલે હોટલના સામાન્ય રૂમમાં રોકાયા હતા.

  • કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ ભારત પર લગાવ્યા આરોપ
  • પાંચ દિવસ સુધી એક હોટલમાં રોકાયા જસ્ટિન ટ્રુડો 
  • પ્રેસિડેન્શિયલ સ્યુટ બુક હોવા છતાં સામાન્ય રૂમમાં રોકાયા

India-Canada News: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે ભારત પર સનસનાટીભર્યા આરોપો લગાવીને દુનિયાભરમાં ચર્ચામાં આવેલા જસ્ટિન ટ્રુડોને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે. તાજેતરમાં જ G20 સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી આવેલા જસ્ટિન ટ્રુડો પાંચ દિવસ સુધી એક હોટલમાં રોકાયા હતા. ભારત સરકારના મહેમાન હોવાના કારણે જસ્ટિન ટ્રુડોને પ્રેસિડેન્શિયલ સ્યુટ ફાળવવામાં આવ્યો હતો. પરંતુ, તેઓ સ્યુટમાં રહેવાને બદલે અન્ય સામાન્ય રૂમમાં રોકાયા હતા.

G20 સંપન્ન, છતાં 36 કલાકથી ભારતમાં જ ફસાયેલા છે કેનેડાના PM જસ્ટિન ટ્રુડો,  સરકાર નથી આપી રહી ભાવ, જાણો કારણ | justin trudeaus plane could not be  repaired indian government ...

જસ્ટિન ટ્રુડોના પ્લેનમાં સર્જાઈ હતી ખામી
તમને જણાવી દઈએ કે, G20 સમિટમાં સામેલ થવા માટે ભારત આવેલા જસ્ટિન ટ્રુડો પર અન્ય નેતાઓની જેમ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. તેઓ 8મી સપ્ટેમ્બરે ભારત આવ્યા હતા અને 10મી સપ્ટેમ્બરે તેઓ કેનેડા પરત જવાના હતા. જોકે, પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા જસ્ટિન ટ્રુડોને વધુ બે દિવસ ભારતમાં રોકાવું પડ્યું હતું. કેનેડાથી અન્ય પ્લેન નવી દિલ્હી મોકલવામાં આવ્યું હતું અને તે 12 સપ્ટેમ્બરે જસ્ટિન ટ્રુડોને લઈને પરત ફર્યું હતું. આવી સ્થિતિમાં જસ્ટિન ટ્રુડોએ ત્રણ દિવસને બદલે પાંચ દિવસ ભારતમાં રોકાવું પડ્યું હતું.

ધ લલિત હોટલમાં રોકાયા હતા PM ટ્રુડો
G-20 સમિટ દરમિયાન કેનેડાના PM જસ્ટિન ટ્રુડો નવી દિલ્હીની ધ લલિત હોટલમાં રોકાયા હતા. તેમના માટે હોટેલમાં એક અલગથી પ્રેસિડેન્શિયલ સ્યૂટ બુક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે એક પણ દિવસ માટે પ્રેસિડેન્શિયલ સ્યૂટનો ઉપયોગ કર્યો ન હતો. તેઓ હોટેલમાં એક નોર્મલ રૂમમાં રોકાયા હતા.

પ્રેસિડેન્શિયલ સ્યુટને બદલે સામાન્ય રૂમમાં રોકાયા
સૂત્રોના જણાવ્યા અનુસાર, જસ્ટિન ટ્રુડો જ્યાં સુધી દિલ્હીમાં રહ્યા, ત્યાં સુધી તેઓ ધ લલિત હોટલના બીજા રૂમમાં જ રહ્યા. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં તમામ રાષ્ટ્રાધ્યક્ષો માટે ભારત સરકારે VVIP હોટલ બુક કરાવી હતી. તમામ હોટલોમાં રાષ્ટ્રાધ્યક્ષો માટે અલગથી પ્રેસિડેન્શિયલ સ્યુટ બુક હતા. દિલ્હી પોલીસથી લઈને વિવિધ સુરક્ષા એજન્સીઓએ તમામ પ્રેસિડેન્શિયલ સ્યુટ્સની સંપૂર્ણ સુરક્ષાનું ધ્યાન રાખ્યું હતું. આમ છતાં કેનેડાના વડાપ્રધાનને પ્રેસિડેન્શિયલ સ્યુટમાં રોકાવાનું યોગ્ય ન લાગ્યું અને હોટલના સામાન્ય રૂમમાં રોકાયા. તેમનો આ નિર્ણય એક કોયડો બનીને રહ્યો.

કેનેડાના PM જસ્ટિન ટ્રુડોને ઓફર કરાયું હતું PM મોદીનું વિમાન, કર્યો હતો  ઈન્કાર, સૂત્રોનો દાવો I India offered plane to Justin Trudeau to fly back  to Canada: Sources

પ્લેનમાં ખામી સર્જાતા મીડિયાના નિશાન પર રહ્યા
પ્લેનમાં ખામીને કારણે જસ્ટિન ટ્રુડો ભારતમાં ખૂબ જ અસ્વસ્થ જોવા મળ્યા હતા અને તેઓ 11 સપ્ટેમ્બરે ધ લલિત હોટેલમાં તેમના રૂમમાંથી બહાર પણ આવ્યા ન હતા. પ્લેનમાં ખામીને લઈને પણ જસ્ટિન ટ્રુડો કેનેડિયન મીડિયાના નિશાન પર રહ્યા. કેનેડિયન ટેલિવિઝન નેટવર્ક સીટીવી ન્યૂઝે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, "આ શરમજનક છે, એક દેશ તરીકે આપણા માટે શરમજનક છે. એક પ્લેન જેમાં આપણા વડાપ્રધાન મુસાફરી રહ્યા છે, તેમાં ખામી સર્જાઈ છે, જે દર્શાવે છે કે આપણે આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કેવી રીતે કાળજી રાખી રહ્યા છીએ.''

'PM મોદી અને ટ્રુડો વચ્ચેના સંબંધો બગડ્યા'
કેનેડાના ગ્લોબલ ન્યૂઝે એક રિપોર્ટમાં કહ્યું કે, વડાપ્રધાન મોદી અને જસ્ટિન ટ્રુડો વચ્ચે એક વિચિત્ર સંબંધ છે, જેનું સ્તર G20 સમિટ દરમિયાન વધુ નીચે આવી ગયું. ગ્લોબલ ન્યૂઝે કહ્યું, 'ભારતીય મીડિયામાં ટ્રુડોને નિશાન બનાવવામાં આવ્યા. શિખર સંમેલન દરમિયાન ટ્રુડોને અલગ રાખવામાં આવ્યા હોવાની હેડલાઇન્સ બનાવવામાં આવી. પીએમ મોદી અને ટ્રુડો વચ્ચે માત્ર ટૂંકી દ્વિપક્ષીય બેઠક થઈ હતી, જ્યારે પીએમ મોદીએ અન્ય નેતાઓ સાથે લાંબી અને ઔપચારિક વાતચીત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ