બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / આરોગ્ય / Stay away from cigarette smoke, otherwise you will suffer from this serious illness!

હેલ્થ / સિગારેટના ધુમાડાથી બચીને રહેજો નહીં તો સપડાઇ જશો આ ગંભીર બીમારીમાં! કાનથી લઇને કિડની સુધી થશે અસર

Priyakant

Last Updated: 02:33 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિગારેટ, બીડી કે સિગારમાંથી જે ધુમાડો નીકળે છે, તે ઝેરી હોય છે. તેને એક રીતે તેને ધુમાડાના અવશેષ પણ કહી શકો છો. જ્યારે સિગારેટનો ધુમાડો બહાર આવે છે ત્યારે તે ઝેરી તત્વોના સંપર્કમાં આવીને કેમિકલ રિએક્શન કરે છે.

  • કેમિકલ આપણા સ્વાસ્થ્યને ખરાબ રીતે પ્રભાવિત કરે છે
  • પેસિવ સ્મોકિંગની સૌથી વધુ અસર પ્રેગ્નેટ મહિલાઓ પર થાય છે
  • પેસિવ સ્મોકિંગથી નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે

ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ લાઈન આપણી સામે અગણિત વખત આવતી હશે. ધૂમ્રપાન સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. તેનાથી હૃદય, સ્ટ્રોક, ફેફસાના કેન્સરનું જોખમ વધી જાય છે. WHOના રિપોર્ટ અનુસાર ધૂમ્રપાનને કારણે દરરોજ આશરે 14 હજાર લોકો પોતાનો જીવ ગુમાવે છે. માત્ર સિગારેટ પીતા જ નહીં પરંતુ સિગારેટ પીનારાની આસપાસ ઉભા રહેતા લોકોને પણ તેનાથી નુકસાન થાય છે. તેને પેસિવ સ્મોકિંગ (Passive Smoking) કહેવામાં આવે છે. તે ખૂબ જ નુકસાનકારક હોય છે અને ધીમે ધીમે સિગારેટનો ધુમાડો તમારા સ્વાસ્થ્યને ખરાબ અશર કરે છે. આવો તેના વિશે જાણીએ...

File Photo 

Passive Smoking શું છે?
સિગારેટ, બીડી કે સિગારમાંથી જે ધુમાડો નીકળે છે, તે ઝેરી હોય છે. તેને એક રીતે તેને ધુમાડાના અવશેષ પણ કહી શકો છો. જે તમારા વાળ, ચામડી, કપડાં, સામાન, રૂમ, કાર, કાર્પેટ અને બાળકોના રમકડાં પર પણ ચોંટી જાય છે. જ્યારે સિગારેટનો ધુમાડો બહાર આવે છે ત્યારે તે ઝેરી તત્વોના સંપર્કમાં આવીને કેમિકલ રિએક્શન કરે   છે. આ પછી તે વધુ ખતરનાક બની જાય છે. હવે જો તમે ધૂમ્રપાન નથી કર્યું તો પણ તમે સિગારેટના ધુમાડાના સંપર્કમાં આવી શકો છો. તેને પેસિવ સ્મોકિંગ કહેવામાં આવે છે. આ એવા કેમિકલ હોય છે જે આપણા સ્વાસ્થ્યને ખરાબ રીતે પ્રભાવિત કરે છે.

File Photo 

પ્રેગ્નેટ મહિલાઓ સાવધાન
પેસિવ સ્મોકિંગની સૌથી વધુ અસર પ્રેગ્નેટ મહિલાઓ પર થાય છે. તેનાથી ગર્ભમાં રહેલા બાળકને પણ નુકસાન થાય છે. એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે પેસિવ સ્મોકિંગને કારણે ગર્ભસ્થ બાળકના ફેફસાના વિકાસમાં સમસ્યા થાય છે. જ્યારે બાળક જન્મે છે, ત્યારે તેને શ્વસન સંબંધી બીમારી હોય  શકે છે.

File Photo 

રોગપ્રતિકારક શક્તિ નાશ કરે છે
પેસિવ સ્મોકિંગથી નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. તેનાથી અસ્થમા, કાનમાં ઈન્ફેક્શન, વારંવાર બીમાર પડવું અને ન્યુમોનિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આટલું જ નહીં, પેસિવ સ્મોકિંગને કારણે પેન્ક્રિયાસ, કિડની, મોંઢાની બીમારી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. ગળામાં પણ સમસ્યા થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ