બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / Statewide scam of fake remedisevi 'busted', death toll seized from Morbi-Surat

અપરાધ / ગ્લુકોઝ-મીઠું મિક્સ કરીને નકલી રેમડેસિવીર બનાવવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાતા ખળભળાટ, એક કરોડ રોકડા જપ્ત

Nirav

Last Updated: 10:18 PM, 1 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી પોલીસે આજે નકલી રેમેડેસીવીરનો મોટો જથ્થો ઝડપી પાડીને એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

  • સુરત ના ઓલપાડ ખાતે થી પકડાયુ મોત નું કારખાનું 
  • ૬૦૦૦૦ જેટલ નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો
  • પોલીસે ૭૪ લાખ ની રોકડ સાથે ૭ લોકો ની કરી ધરપકડ 

કોરોના મહામારી વચ્ચે પણ કૌભાંડિયા તત્વો દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી કમાઈ લેવા માટે નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનો કાળો કારોબાર કરતા હોવાનું જબરદસ્ત રાજ્યવ્યાપી કૌભાંડ મોરબી પોલીસે ઝડપી લઇ અમદાવાદ અને સુરત સુધી તપાસનો દૌર લંબાવી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરી ઝડપી લઈ અંદાજે એકાદ કરોડ જેટલી રોકડ રકમ જપ્ત કરવામાં આવી હોવાનું પોલીસે સત્તાવાર રીતે જાહેર કર્યું છે. 

જિલ્લા પોલીસવડાએ માહિતી આપી હતી 

નકલી રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ અંગે મોરબી જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, મોરબીનો રાહુલ અશ્વિનભાઇ કોટેચા અને વિરાજ ઉર્ફે રાજ મનોજમાઇ હીરાણી નામના શખ્સો ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન વેંચતા હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે બન્ને શખ્સોને 41 નંગ રેમડેસિવિર ઇન્જેક્શન અને રોકડા રૂપિયા 2.15 લાખ સાથે ઝડપી લઈ આગવી ઢબે પૂછપરછ કરતા આ નકલી ઇન્જેક્શન તેઓ અમદાવાદ જુહાપુરામાંથી મહમદ આશીમ ઉર્ફે મહમદ આશીફ મહમદઅબ્બાસભાઇ પટણી રહે. અમદાવાદ અને રમીઝમાઇ સૈયદહોન કાદરી રહે જુહાપુરા વેજલપુર રોડ શરીફાબાદ સૌસાયટી નામના બે આરોપીને 1170 નંગ નકલી રેમડેસિવિર ઇન્જેક્શન અને રોકડા રૂપિયા 17.37લાખ સાથે મોરબી પોલીસની ટીમે દબોચી લઈ આ ઇન્જેક્શન ક્યાંથી લાવતા હતા તે અંગે માહિતી ઓકાવી કૌભાંડના મૂળ અને જ્યા ઈંજેક્શન બનાવવામાં આવતા હતા તેવા સુરતના પિંજરાદ ગામે ગઈકાલે રાત્રે જ દરોડો પાડી નકલી રેમડેસિવિર ઇન્જેક્શનની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી.

ગ્લુકોઝ અને મીઠું મિક્સ કરીને ઇન્જેકશન બનાવાઇ રહ્યા હતા 

જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ જણાવ્યું હતું કે કૌભાંડિયા તત્વો દ્વારા ગ્લુકોઝ અને મીઠું મિક્સ કરી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવામાં આવતા હતા અને નકલી ઇન્જેક્શન બનાવનારા લોકો 2500 રૂપિયામાં ઇન્જેક્શન આપતા હતા જેને મોરબી અમદાવાદમાં જરૂરિયાત વાળા લોકો પાસેથી 5000 કે તેથી વધુ કિંમત વસૂલી વેચવામાં આવતા હતા. 

સુરત સુધી પહોંચ્યો રેલો 

મોરબી માં પકડાયેલા નકલી રેમડેસીવીર ઇન્જેક્શન ના કોભાંડ નો રેલો સુરત સુધી પહોચ્યો હતો હતો ,સુરત ના ઓલપાડ તાલુકા ના પીન્જરત ગામે મોરબી પોલીસ સુરત ડી સી બી અને ઓલપાડ લોકલ પોલીસે ભેગા મળી રોયલ વિલા નામના ફાર્મ હાઉસ માં સંયુક્ત દરોડા પાડ્યા હતા પોલીસ ને ઘટના સ્થળે થી મોટી માંત્ર્રા માં નકલી રેમ્દેસીવીર ઇન્જેક્શન નો જથ્થો મળે આવ્યો હતો ,પોલીસે ઘટના થી ૬૦,૦૦૦ જેટલા નકલી ઇન્જેક્શન નો જથ્થો ઝડપી પડ્યો હતો ,આરોપીઓ પેરસીતેમોલ ,મીઠી અને ગ્લુકોઝ્ નું મિશ્રણ કરી આ નકલી ઇન્જેક્શન તૈયાર કરી રહ્યા હતા ,પોલીસ ને ફાર્મ હાઉસ માંથી ૭૪ લાખ ની માતબર રોકડ પણ મળી આવી હતી ,હાલ તમામ આરોપીઓને પકડી લેવાય છે 

કૌશલ વોરા મુખગય આરોપી છે 

મોરબી પોલીસે સુરત નજીક આવેલ પિંજરાદ ગામે સ્થાનિક પોલીસની  મદદથી દરોડો પડતા નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવાનો મુખ્ય ભેજાબાજ આરોપી કૌશલભાઇ મહેન્દ્રભાઇ વોરા, રહે. સુરત, અડાજણ અને પુનિતભાઇ ગુણવંતલાલ શાહ, રહે. મુંબઇ વાળા ઝડપાઇ ગયા હતા અને પોલીસે નકલી ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરીમાંથી 160 નંગ નકલી રેમડેસીવીર ઇન્જેક્શન,63હજાર જેટલી ખાલી બોટલ ઉપરાંત 30 હજાર જેટલા નકલી સ્ટીકર સાથે રોકડ રકમ રૂપિયા 74 લાખ આરોપીઓ પાસેથી જપ્ત કર્યા હતા અને હજુ પણ આ અંગેની કાર્યવાહી ચાલુ હોવાનું અને અત્યાર સુધીમાં કુલ 11 આરોપીને ગિરફ્તમાં લેવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

હજુ અમુક આરોપીઓની ધરપકડ બાકી છે 

અમદાવાદ ખાતે મુખ્ય આરોપી કૌશાલ દ્વારા મોકલવામાં આવનાર ડુપ્લેકેટ રેમડેસીવીર ઇન્જેક્શનના જથ્થાની તપાસમાં રહેલ ટીમને વોચ દરમ્યાન ભાડાની ટાવેરા કારમાં સીરાજમાન ઉર્ફે રાજુ પઠાણ વાળો ૯૬,૦૦,૦૦૦ નો જથ્થો રાખી કાર મુકી નાશી ગયેલ હોય જે અંગેની રેઇડની કાર્યવાહી ચાલુ છે. તેમજ ઉપરોકત રેઇડ અંગે મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.માં ગુનો રજી. થયેલ હોય જે ગુનાની તપાસ  જે.એમ.આલ પો.ઇન્સ. એસ.ઓ.જી.મોરબી ચલાવી રહેલ છે. હજુ આ કૌભાંડમાં સૌરાજખાન ઉર્ફે રાજુ મુસીરખાન પઠાણ રહે, કતારગામ સુરત અને કલ્પેશકુમાર મોહનભાઇ પ્રજાપતી રહે. ભરૂચ મચ્છીવાડ વાળા પકડવાના બાકી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Duplicate injections ahmedabad fake medicine morbi remdesivir surat મોરબી સુરત Crime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ