બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / statement of resident additional collector regarding Morbi tragedy

મોરબી દુર્ઘટના / છેલ્લો વ્યક્તિ ન મળે ત્યાં સુધી ચાલુ રહેશે રેસ્ક્યુ: મચ્છુમાં ચોથા દિવસે સર્ચ ઓપરેશન વચ્ચે કલેકટરનું નિવેદન

Dhruv

Last Updated: 03:48 PM, 2 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીની દુર્ઘટનાને લઇને નિવાસી અધિક કલેક્ટરે નિવેદન આપતા જણાવ્યું કે, 'જ્યાં સુધી છેલ્લો વ્યક્તિ ન મળે ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે.'

  • મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના બાદ પણ આજે રેસ્ક્યુ યથાવત
  • જ્યાં સુધી છેલ્લી વ્યક્તિ ન મળે ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે
  • હજુ પણ કેટલાક લોકો મિસિંગ હોવાની શક્યતા: નિવાસી અધિક કલેક્ટર

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાએ રાજ્યભરમાં ભારે હાહાકાર મચાવી દીધો છે. ત્યારે આ દુર્ઘટનાને લઇને હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત રીતે ચાલી રહ્યું છે. મોરબી નિવાસી અધિક કલેક્ટર એન કે મુછારે આ અંગે નિવેદન આપતા કહ્યું કે, 'જ્યાં સુધી છેલ્લો વ્યક્તિ ન મળે ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે. હજુ પણ કેટલાંક લોકો ગુમ હોવાની શક્યતા રહેલી છે.'

મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધી 135 લોકોના મૃતદેહ મળ્યા

તમને જણાવી દઇએ કે, મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધી 135 લોકોના મૃતદેહ મળ્યા છે. સાથે સતત ચોથા દિવસે પણ રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે, ત્યારે રેસ્ક્યુ ઑપરેશનમાં જોડાયેલા NDRFના અધિકારીએ જણાવ્યું કે, આખી રાત રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. 6 બોટ દ્વારા રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, જ્યારે 4 બોટને રિઝર્વમાં રાખી છે. હજુ પણ મૃતદેહો ગુમ હોવાની શક્યતા છે. જેથી મૃતદેહો નહીં મળવા સુધી રેસ્ક્યુ ઑપરેશન શરૂ રહેશે.

મોરબીની દુર્ઘટના બાદ ઓરેવા કંપનીનો એક પત્ર પણ સામે આવ્યો

મોરબી પુલ દુર્ઘટના બાદ ઓરેવા કંપનીનો એક પત્ર પણ સામે આવ્યો છે. ઓરેવા કંપનીએ 2020માં પાલિકાને પત્ર લખ્યો હતો. જેમાં પુલને રિપેર કરીને શરૂ કરવાની માંગ કરાઈ હતી. ટેમ્પરરી પુલ રિપેર કરીને શરૂ કરવા પત્ર લખ્યો હતો. ઓરેવા કંપનીએ જાન્યુઆરી 2020થી ઓગસ્ટ 2020 સુધી કંપનીને 6 વખત પત્ર લખ્યો હતો. વર્ષ 2017માં પાલિકાએ ઓરેવા કંપની સાથે કરાર પૂર્ણ કર્યો હતો. વર્ષ 2022માં ફરી કોન્ટ્રાક્ટ રિન્યુ કરાયો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ