બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / State Chief Minister Bhupendra Patel is on a visit to Junagadh today

આયોજન / CM ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢના પ્રવાસે: ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાનું કરશે લોકાર્પણ, જાણો કાર્યક્રમ

Malay

Last Updated: 09:16 AM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM Bhupendra Patel In Junagadh: આજે જૂનાગઢમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

  • CM ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢના પ્રવાસે
  • સવારે 10 કલાકે પીટીસી ખાતે પહોંચશે
  • ત્યાર બાદ ગિરનાર અંબાજી મંદિરે દર્શનાર્થે પહોંચશે
  • ઉપરકોટના કિલ્લાનું CM કરશે લોકાર્પણ 
  • ટાઉનહોલ ખાતે કાર્યક્રમમાં હાજરી આપી 

Junagadh News: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢની મુલાકાતે છે. જૂનાગઢમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારે જાણીએ ભૂપેન્દ્ર પટેલનો સમગ્ર કાર્યક્રમ

સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટના પ્રવાસે, મનપામાં બેઠક ઉપરાંત વિવિધ  વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ | cm bhupendra patel is in rajkot today
ફાઈલ તસવીર

ઉપરકોટના કિલ્લાનું કરાશે લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે 10 વાગ્યે તેઓ પીટીસી ખાતે પહોંચશે. ત્યાર બાદ તેઓ ગિરનાર અંબાજી મંદિરે દર્શનાર્થે જશે. જ્યાં માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવીને આશીર્વાદ લેશે. ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની શાન ગણતા અને ઐતિહાસિક વારસો ધરાવતા ઉપરકોટના કિલ્લાનું લોકાર્પણ કરશે. મહાબત મકબરાનું લોકાર્પણ કરાશે. 

વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે
ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ ટાઉનહોલ ખાતે વિવિધ લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમના હસ્તે જૂનાગઢ મનપાના કરોડોની રકમના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. 

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, જાણો કયા મુદ્દાઓ પર  લેવાઈ શકે છે નિર્ણય | CM BHUPENDRA PATEL TO HOLD CABINET MEETING IN  GANDHINAGAR TODAY
ફાઈલ તસવીર

મહિલા મોરચાના કાર્યક્રમમાં હાજરી આપશે
જે બાદ બગડુ ખાતે જિલ્લા સહકારી બેંકના કાર્યક્રમ અને મહિલા મોરચા-અનુસૂચિત જાતિ મોરચાના કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેશે. જે બાદ તેઓ ગાંધીનગર જવા રવાના થશે.  

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ