બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / standard 10 result will be announced in the second week of June 2022
Dhruv
Last Updated: 11:33 AM, 12 May 2022
ADVERTISEMENT
આજ રોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઇ ગયું છે. ત્યારે હવે આગામી જૂન મહિનાના બીજા સપ્તાહમાં હવે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. ધોરણ 12 સાયન્સ બાદ હવે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં 9.48 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. આ વર્ષે પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓની સંખ્યા 7 ટકા હતી. ધોરણ 10માં કુલ 9.72 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ ભર્યા હતાં.
જૂન મહિનાના બીજા સપ્તાહમાં જાહેર થશે ગુજરાત બૉર્ડ ધોરણ-10નું પરિણામ#GujaratGovernment #10thResult2022#GSEBSSCResult2022 #vtvcard pic.twitter.com/V4JQ8k91Vp
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 12, 2022
ADVERTISEMENT
અત્રે તમને જણાવી દઇએ કે, આજે ધોરણ 12 સાયન્સ અને GUJCETનું પરિણામ જાહેર થઇ ગયું છે. ગુજરાત બૉર્ડનું ધોરણ 12 સાયન્સનું 72.02% પરિણામ આવ્યું છે જે ગયા વર્ષે 71.34 ટકા હતું. આ વર્ષે 85.78 % સાથે રાજકોટ રાજ્યભરમાં અવ્વલ આવ્યો છે જ્યારે દાહોદમાં સૌથી ઓછું 40.19 % પરિણામ આવ્યું છે.
ધો. 12 સાયન્સનું 72.02 ટકા પરિણામ આવ્યું#jituvaghani #GSEBHSCScienceResult #vtvcard pic.twitter.com/jJWvGXm0ZK
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 12, 2022
રાજ્યમાં કુલ 1 લાખ 8 હજાર વિદ્યાર્થીએ 12 સાયન્સની પરીક્ષા આપી હતી
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કુલ 1 લાખ 8 હજાર વિદ્યાર્થીએ 12 સાયન્સની પરીક્ષા આપી હતી. શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12 સાયન્સના પેપર ચેકિંગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. જ્યારે હવે માત્ર ધો.12 કોમર્સનાં થોડાં પેપર ચેક કરવાનાં બાકી છે, જે આગામી દિવસોમાં પૂર્ણ થઇ જશે. ત્યાર બાદ તબક્કાવાર સૌથી પહેલા ધો.12 સાયન્સ, ત્યાર બાદ ધો.10 અને છેલ્લે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT