બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / SRK is not real Jawan of movie but this guy is a real army jawan, hear the story behind the scenes

મનોરંજન / ફિલ્મ Jawanમાં SRK નહીં, આ શખ્સ છે રિયલ આર્મી જવાન, પડદા પાછળની કહાની સાંભળીને ચોંકી ઉઠશો

Megha

Last Updated: 12:34 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'જવાન' ફિલ્મમાં શાહરૂખની ઘણી પ્રશંસા થઈ રહી છે પરંતુ બીજા એક અભિનેતાની પણ ઘણી ચર્ચા થઈ રહી છે, જે વાસ્તવિક જીવનમાં 'જવાન' છે. ફિલ્મમાં જુજુ નામના પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી.

  • શાહરૂખ ખાનની ફિલ્મમાં એક રિયલ લાઈફ 'જવાન' જોવા મળ્યો 
  • શાહરૂખની ફિલ્મમાં જુજુ નામના પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી 
  • રાજવી પરિવારની સુરક્ષા કરતાં હતા એ 'આર્મી જવાન' 

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' બોક્સ ઓફિસ અને ઈન્ટરનેટ પર દબદબો જમાવી રહી છે. આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે જ વિશ્વભરમાં 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં શાહરૂખની ઘણી પ્રશંસા થઈ રહી છે પરંતુ ફિલ્મના એક અભિનેતાની પણ ઘણી ચર્ચા થઈ રહી છે, જે વાસ્તવિક જીવનમાં પણ 'જવાન' છે. આ એક્ટરનું નામ છે સંગય શેલ્ટ્રીમ (Sangay Tsheltrim), જે શાહરૂખની ફિલ્મમાં જુજુ નામના પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવતો જોવા મળે છે. 'રિયલ લાઈફ જવાન' સંગેયની સ્ટોરી સાંભળીને તમે પણ ચોંકી જશો.

રાજવી પરિવારની સુરક્ષા કરતાં હતા 'આર્મી જવાન' 
શાહરૂખ ખાન ફિલ્મ 'જવાન'માં ભારતીય સેનાના સૈનિકની ભૂમિકા ભજવતો જોવા મળે છે, પરંતુ આ ફિલ્મની આખી કાસ્ટમાં અસલી 'જવાન' સંગય શેલ્ટ્રીમ છે, જે વાસ્તવિક જીવનમાં ભૂટાની સેનાનો ભાગ રહી ચૂક્યો છે અને હવે અભિનયમાં રસ દાખવી રહ્યા છે. સંગય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને બોડી બિલ્ડિંગમાં પણ ઘણો રસ ધરાવે છે. સંગયની પોસ્ટિંગ 'ભૂટાનના રોયલ બોડીગાર્ડ' તરીકે કરવામાં આવી હતી. આ સેનાનું એક યુનિટ છે જેના પર શાહી પરિવારની સુરક્ષાની જવાબદારી હોય છે. 

કેમ આર્મી છોડ્યું?
2013માં આર્મીમાંથી રિટાયરમેન્ટ લીધા બાદ એમને બોડી બિલ્ડીંગમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું. તેણે સખત મહેનત કરીને કમાલની બોડી અને સ્ટ્રેન્થ મેળવી. આજે સંગયની ગણતરી ભુટાનના સૌથી પ્રખ્યાત બોડી બિલ્ડરોમાં થાય છે. બોડી બિલ્ડર હોવા ઉપરાંત તેણે 'મિસ્ટર ભૂટાન'નો ખિતાબ પણ હાંસલ કર્યો છે.

સલમાન ખાનની મુલાકાતે જીવન બદલી નાખ્યું
આ બધું હાંસલ કર્યા પછી સંગય શેલ્ટ્રીમને અભિનય ક્ષેત્રે રસ પડ્યો. તેણે ભુટાની ફિલ્મોમાં કામ કરીને અભિનયની શરૂઆત કરી હતી. 2018માં રીલિઝ થયેલી ફિલ્મ 'સિંગયે' એ સંગય શેલ્ટ્રીમની ડેબ્યુ ફિલ્મ બની હતી. તેને ભૂટાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી સફળ એક્શન સ્ટાર માનવામાં આવે છે. તેની અભિનય કારકિર્દીમાં આગળ વધતી વખતે સંગય સલમાનને મળ્યો અને તેણે સંગયને 'રાધે' ફિલ્મમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તક આપી. આ પછી ભૂટાની સ્ટાર મોહિત રૈનાની 'ફ્રીલાન્સર' વેબ સિરીઝમાં જોવા મળ્યો હતો અને હવે તે શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ માટે મુકેશ છાબરાની કાસ્ટિંગ એજન્સીએ સંગયને બોલાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ