બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Sriganesh of 1700 vehicle parking facility at Ahmedabad Riverfront from today

રાહત / અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આજથી 1700 વાહનોની પાર્કિંગની સુવિધાના શ્રીગણેશ, જુઓ કેટલા રૂપિયાનો લાગશે ચાર્જ

Vishal Khamar

Last Updated: 05:18 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદીઓ માટે વધુ એક મલ્ટી લેવલ પાર્કિગ ખુલ્લુ મુકાયું છે. રિવરફ્રન્ટ ખાતે બનેલ પાર્કિંગ જનતા માટે ખુલ્લુ મુકાયું હતું. આ પાર્કિંગમાં વાહન પાર્કિગ માટે કલાક પ્રમાણે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. મલ્ટીલેવલ પાર્કિંગ શરૂ થતા નાગરિકોને રાહત થશે.

  • અમદાવાદીઓ માટે વધુ એક મલ્ટી લેવલ પાર્કિંગ ખુલ્લું મુકાયુ 
  • રિવરફ્રન્ટ ખાતે બનેલ પાર્કિંગ જનતા માટે ખુલ્લું મુકાયું 
  • મલ્ટિલેવલ પાર્કિગમાં 700 કાર સહિત કુલ 1700 ટુ વ્હીલર પાર્ક કરી શકાશે
  • મલ્ટિલેવલથી અટલબ્રિજ જવા માટે સ્કાયવોક પણ બનાવવામાં આવ્યો

મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો દ્વારા સામાન્ય પ્રજાલક્ષી કામોને તો રાબેતા મુજબ પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. આની સાથે વિકાસની દિશામાં સતત હરણફાળ ભરી રહેલા આપણા અમદાવાદના લોકો માટે એક-એકથી ચઢિયાતા એવા ભવ્ય પ્રોજેક્ટોની સોગાદ પણ અપાઈ રહી છે.  હવે સાબરમતી રિવરફ્રન્ટની વાત કરીએ તો સમગ્ર દેશમાં નામના મેળવનાર સાબરમતી રિવરફ્રન્ટની શોભામાં વૃદ્ધિ કરવા માટે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ગત શનિવાર તા. ૨ સપ્ટેમ્બરે રૂ. ૨૪ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના રિવરફ્રન્ટના બંને કાંઠા પરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું હતું અને હવે આજથી રિવરફ્રન્ટ પર વાહનના પાર્કિંગની સમસ્યાનો પણ અંત આવી જવાનો છે. કેમ કે રિવરફ્રન્ટના પશ્ચિમકાંઠે અટલબ્રિજની સામેના મલ્ટિલેવલ પાર્કિંગમાં શહેરીજનો ૭૦૦ કાર સહિત કુલ ૧૭૦૦ વાહનનું પાર્કિંગ કરી શકશે.

મલ્ટિલેવલ પાર્કિગમાં 700 કાર તેમજ 1700 વાહનોનું પાર્કિંગ કરી શકાશે
સાબરમતી રિવરફ્રન્ટ તેનાં અવનવાં આકર્ષણોથી સતત લોકોથી ઊભરાતો રહ્યો છે. રિવરફ્રન્ટ પર લોકોના ભારે ધસારા વચ્ચે વાહનનું પાર્કિંગ ક્યાં કરવું તેની મોટી સમસ્યા રહેતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે મ્યુનિ. સત્તાવાળાઓએ રિવરફ્રન્ટ પરના આઇકોનિક અટલબ્રિજની સામે રૂ. ૬૦ કરોડના ખર્ચે સાત માળ ઊંચા મલ્ટિલેવલ પાર્કિંગનું નિર્માણ હાથ ધર્યું હતું. આ મલ્ટિલેવલ પાર્કિંગ તૈયાર થઈ જતાં તેનું ગઈ કાલે મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતા પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ તેમજ ભાસ્કર ભટ્ટ, અરુણસિંહ રાજપૂત વગેરેની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. જોકે તેને આજથી વિધિવત્ લોકો માટે ખુલ્લું મુકાયું છે.

મલ્ટિલેવલ પાર્કિંગ 8710 ચોરસ મીટરનાં પ્લોટમાં આકાર પામ્યું
અટલબ્રિજની સામે અને એસવીપી હોસ્પિટલની બાજુમાં આવેલા રિવરફ્રન્ટ રોડ પરના આશરે ૮૭૧૦ ચોરસ મીટરના પ્લોટમાં આ મલ્ટિલેવલ પાર્કિંગ આકાર પામ્યું છે. જેનો બિલ્ટઅપ એરિયા ૩૮,૭૨૫ ચોરસ મીટર અને કોમર્શિયલ એરિયા ૧૮૦૦ ચોરસ મીટરનો છે. આ પાર્કિંગમાં તંત્ર દ્વારા ૧૮ દુકાન પણ બનાવાઈ છે. બેઝમેન્ટમાં ૧૭૦ કારનું પાર્કિંગ થઈ શકે તેવી વ્યવસ્થા હાલમાં ઊભી કરાઈ છે, જોકે બેઝમેન્ટનો ભાગ ઊંચો રખાયો હોઈ ભવિષ્યમાં ઉપર અને નીચે એમ બે લેવલમાં મિકેનિકલ પાર્કિંગ થઈ શકે તેવું પણ આયોજન કરાયું છે.

મલ્ટિલેવલ પાર્કિંગમાં નાગરિકો ૭૦૦ કાર અને ૧૦૦૦ ટુવ્હીલર પાર્ક કરી શકાશે
મલ્ટિલેવલ પાર્કિંગથી નાગરિકો ફ્લાવરપાર્ક, અટલબ્રિજ અને ઈવેન્ટ સેન્ટર જઈ શકશે. આ માટે સ્કાય વોક બનાવાયો છે.  સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આઈ. કે. પટેલ જણાવે છે કે આ  મલ્ટિલેવલ પાર્કિંગમાં નાગરિકો ૭૦૦ કાર અને ૧૦૦૦ ટુવ્હીલર પાર્ક કરી શકશે. આને હાલમાં  સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પ્રાયોગિક ધોરણે ચલાવવામાં આવશે.

મલ્ટીલેવલ પાર્કિંગનાં ચાર્જનું લીસ્ટ

પાર્કિગમાં ક્યૂઆર કોડવાળી ટિકિટ આપવામાં આવશે
આ પાર્કિંગમાં કોઈ પણ નાગરિક વાહન લઈને પ્રવેશશે ત્યારે તેને એક ક્યૂઆર કોડવાળી ટિકિટ અપાશે અને જે પણ માળે વાહન પાર્ક કરશે ત્યાં એક પેમેન્ટ મશીન મુકાયું હશે, જ્યાં નાગરિકે ક્યૂઆર કોડ સ્કેન કરેલી ટિકિટ મૂકવાની રહેશે અને પોતાનું પેમેન્ટ કરવાનું રહેશે. જેટલા કલાક માટે વાહન પાર્ક કરવાનું ઇચ્છતા હોય તેટલા કલાક માટે વાહન પાર્કિંગ ચાર્જનું દર્શાવ્યા મુજબ નાગરિકે પેમેન્ટ કરવાનું રહેશે. બાકીનું જે બેલેન્સ હશે એ બતાવતી એક રસીદ પણ નાગરિકને મળશે. તંત્ર દ્વારા મલ્ટિલેવલ પાર્કિંગમાં એસવીપી હોસ્પિટલ માટે પણ પાર્કિંગની અલગ વ્યવસ્થા કરાઈ છે. બેઝમેન્ટનો ભાગ હોસ્પિટલ માટે રખાયો છે તેમજ છ એમ્બ્યુલન્સ પાર્કિંગની પણ વ્યવસ્થા કરાઈ છે.  આજે સવારના નવ વાગ્યાથી શરૂ કરાયેલા આ મલ્ટિલેવલ પાર્કિંગમાં એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધીના દરેક ફલોર પર સીસીટીવી હોઈ ઈલેક્ટ્રિક વિહિકલના ચાર્જિંગ માટે ઈ-ઝોનની પણ વ્યવસ્થા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ