બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / સ્પોર્ટસ / Cricket / sri lanka qualifies for odi world cup 2023 after beating zimbabwe

ODI World Cup 2023 / ભારતનો આ પડોશી દેશ પણ રમશે વર્લ્ડ કપમાં, ઝિમ્બાબ્વેને હરાવીને સ્થાન કરી લીધું પાક્કું

Hiralal

Last Updated: 06:49 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકાએ એક દિવસીય મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને વનડે વર્લ્ડ કપમાં એન્ટ્રી મેળવી લીધી છે.

  • વનડે વર્લ્ડ કપમાં શ્રીલંકાની એન્ટ્રી
  • ઝિમ્બાબ્વેને હરાવી દેતા સ્થાન મળ્યું
  • હવે ત્રણ ટીમો વચ્ચે ક્વોલિફાયર્સ માટે મુકાબલો 

શ્રીલંકાએ ભારતમાં યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. શ્રીલંકાએ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સની એક મેચમાં ઝિમ્બાબ્વેને નવ વિકેટથી હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. શ્રીલંકાની જીતમાં ઓપનર પથુમ નિશાન્કાએ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે શાનદાર સદી ફટકારી હતી. પાથુમે 102 બોલમાં અણનમ 101 રન ફટકાર્યા હતા, જેમાં 14 ચોગ્ગા સામેલ હતા. જ્યારે દિગ્ગજ બેટ્સમેન દિમુથ કરુણારત્નેએ 30 અને કુસલ મેન્ડિસે 25*નો સ્કોર કર્યો. ચાર વિકેટ ઝડપનાર સ્પિનર માહિષ ટિક્શના પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

 ઝિમ્બાબ્વેની આખી ટીમ 32.2 ઓવરમાં 165 રનમાં જ ખખડી
ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ઝિમ્બાબ્વેની આખી ટીમ 32.2 ઓવરમાં 165 રનમાં જ ખખડી ગઈ હતી. ઝિમ્બાબ્વેના ઈન ફોર્મ બેટ્સમેન સીન વિલિયમસને હાઈએસ્ટ સ્કોર 56 રન ફટકાર્યા હતા, જેમાં છ ચોગ્ગા અને એક છગ્ગો સામેલ છે. આ સાથે જ સિકંદરે પણ 31 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા માટે સ્પિનર માહિષ ટિક્કને ચાર અને ફાસ્ટ બોલર દિલશાન મદુશંકાએ ત્રણ વિકેટ ઝડપી હતી. મથિષા પથીરાના પણ બે ખેલાડીઓને વોક કરી હતી. ઝિમ્બાબ્વેની ટીમે આખરી છ વિકેટ માત્ર 39 રનની અંદર જ ગુમાવી દીધી હતી.

ત્રણ ટીમો હજી પણ રેસમાં 
ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં કુલ દસ ટીમો ભાગ લેવા જઈ રહી છે. આઠ ટીમોએ આ ટૂર્નામેન્ટ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ સાથે જ હાલમાં ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ દ્વારા અન્ય બે ટીમો પણ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવશે. હવે એક ટીમ શ્રીલંકાએ વર્લ્ડ કપ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તે જ સમયે, બાકીના એક સ્થાન માટે ત્રણ ટીમો - ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ્સ અને સ્કોટલેન્ડ હજી પણ રેસમાં છે. જો ઝિમ્બાબ્વે તેની આખરી મેચમાં સ્કોટલેન્ડને હરાવશે તો તે પણ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ જશે, નહિતર આ મામલો નેટ રનરેટ પર અટવાઇ જશે.

સુપર-સિક્સ (વર્લ્ડ કપ ક્વોલિફાયર)માં હાલની સ્થિતિ:
1. શ્રીલંકા (ક્વોલિફાઇ) – 4 મેચ, 8 પોઇન્ટ, નેટ રનરેટ (3.047)
2. ઝિમ્બાબ્વે – 4 મેચ, 6 પોઇન્ટ, નેટ રનરેટ (0.540)
3. સ્કોટલેન્ડ - 3 મેચ, 4 પોઇન્ટ, નેટ રન રેટ (0.188)
4. નેધરલેન્ડ – 3 મેચ, 2 પોઈન્ટ, નેટ રનરેટ (-0.560)
5. વેસ્ટ ઇન્ડીઝ (આઉટ) – 3 મેચ, 0 પોઇન્ટ, નેટ રનરેટ (-0.510)
6. ઓમાન (આઉટ) – 3 મેચ, 0 પોઇન્ટ, નેટ રન રેટ (-2.139)

બાકીની મેચોનો કાર્યક્રમ (વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ):
3 જુલાઈ - નેધરલેન્ડ્સ વિરુદ્ધ ઓમાન, હરારે 4 જુલાઈ- ઝિમ્બાબ્વે વિરુદ્ધ સ્કોટલેન્ડ, બુલાવાયો 5 જુલાઈ- વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઓમાન, હરારે 6 જુલાઈ- સ્કોટલેન્ડ વિરુદ્ધ નેધરલેન્ડ્સ
07 જુલાઈ - શ્રીલંકા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, હરારે 
09 જુલાઈ- ફાઈનલ મેચ, હરારે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ