બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sportsmen's color break: Rain spells in these districts, know tomorrow's weather mood

વરસાદી માહોલ / ખેલૈયાઓના રંગમાં ભંગ: આ જિલ્લાઓમાં વાગ્યા વરસાદના ડાકલા, જાણો આવતીકાલનો હવામાનનો મૂડ

Vishal Khamar

Last Updated: 08:39 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે. ખેલૈયાઓ અવનવા ટ્રેડીશનલ ડ્રેસ સાથે ગરબામાં ઝુમવા થનગની રહ્યા છે. તો બીજી તરફ રાજ્યનાં અમુક જગ્યાએ છુટા છવાયા વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. જેથી ગરબા આયોજકો વિમાસણમાં મુકાયા હતા.

  • મહિસાગર જીલ્લાનાં વાતાવરણમાં પલ્ટો આવ્યો
  • અરવલ્લી જિલ્લાના માલપુર, મોડાસા અને મેઘરજ તાલુકામાં વરસાદ પડ્યો
  • વરસાદને પગલે ગરબાની તૈયારી કરનારા આયોજકો પણ ચિંતામાં 

 

હવામાન વિભાગની વરસાદની આગાહી

મહીસાગરમાં પણ ખેલૈયાઓની મજા પર પાણી ફરી વળે તેવો ઘાટ  સર્જાયો છે.. મહિસાગર જિલ્લામાં પણ વાતાવારણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.. તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.. જેને પગલે નવરાત્રી આયોજકો પણ ચિંતામાં મુકાયા છે.

આવતીકાલની હવામાન વિભાગની વરસાદની આગાહી

અરવલ્લી જિલ્લામાં પણ વરસાદે એન્ટ્રી મારીને નવરાત્રીની રાહ જોઈ રહેલા ખેલૈયાઓનો મૂડ ફીકો કરી નાખ્યો છે.. અરવલ્લી જિલ્લાના માલપુર, મોડાસા અને મેઘરજ તાલુકામાં વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે ગરબાની તૈયારી કરનારા આયોજકો પણ ચિંતામાં મુકાયા છે. તો સાથે જ સોયાબીન, મગફળીના તૈયાર પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે..

આજથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે.. ત્યારે નવરાત્રી પર વરસાદનું સંકટ ઘેરાયું છે.. દાહોદમાં પ્રથમ નોરતે જ વરસાદ વિઘ્ન બન્યો છે.. દાહોદ જિલ્લામાં ધીમીધારે વરસાદ પડ્યો હતો.. તો અનેક સ્થળોએ નવરાત્રીની તૈયારીઓ કરી દેવામાં આવી હતી જેના પર પાણી ફરી વળ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ