બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG: ડ્રેસિંગ રૂમમાં KL રાહુલે કેમ પંત સામે હાથ જોડ્યાં, વાયરલ Videoએ જગાવી ચર્ચા
Vidhata Gothi
Last Updated: 01:21 PM, 21 June 2025
India vs England 1st Test: લીડ્સ ટેસ્ટના પહેલા દિવસે ભારતીય બેટ્સમેનોએ જે કરી બતાવ્યું છે, તેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટેસ્ટ નિવૃત્તિ પછી, ચાહકોના મનમાં આ યુવા ભારતીય ટીમ વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા હતા, પરંતુ શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ જે રીતે ટેસ્ટ સીરીઝની શરૂઆત કરી છે તેણે બધાના મોઢા બંધ કરી દીધા છે. પહેલા દિવસે ટીમ ઇન્ડિયાએ બેટિંગ કરતી વખતે માત્ર 3 વિકેટ ગુમાવીને 359 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગિલ અને રિષભ પંત હાલમાં નોટ આઉટ છે. પહેલા દિવસે, રિષભ પંતે પણ શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. દિવસની રમત પૂરી થયા પછી જ્યારે શુભમન ગિલ અને રિષભ પંત ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા, ત્યારે કેએલ રાહુલ પંત સામે હાથ જોડતો જોવા મળ્યો.
ADVERTISEMENT
KL Rahul is bowing down with both hands to Rishabh Pant 😂😝
— RP17 Gang™ (@RP17Gang) June 20, 2025
- Underrated Bond ❤️ pic.twitter.com/aml7wsL4Ji
કેએલ રાહુલે કેમ જોડ્યા હાથ?
ADVERTISEMENT
રિષભ પંત ઘણીવાર ટેસ્ટ ક્રિકેટમાં જોખમી શોટ રમતા જોવા મળે છે, ઘણી વખત ચાહકો અને ટીમના ખેલાડીઓ પણ તેના શોટ જોઈને ડરી જાય છે કે આ ખેલાડી આઉટ થઈ શકે છે. જયારે રિષભ પંતે લીડ્સ ટેસ્ટના પહેલા દિવસની છેલ્લી ઓવરમાં કંઈક આવું જ કર્યું. ઘણીવાર જ્યારે દિવસની રમત પૂરી થવાની હોય છે, ત્યારે બેટ્સમેન સાવધાનીપૂર્વક રમવાનું શરૂ કરે છે જેથી તેની વિકેટ બચી જાય, પરંતુ રિષભ પંતે દિવસની છેલ્લી ઓવરમાં ક્રિસ વોક્સના બોલ પર એવો છગ્ગો ફટકાર્યો કે વોક્સથી લઈને બેન સ્ટોક્સ સુધી બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
ADVERTISEMENT
આ પછી, જ્યારે પંત 65 રનની અણનમ ઇનિંગ્સ રમીને ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો, ત્યારે કેએલ રાહુલ તેની સામે હાથ જોડીને ઉભેલો દેખાયો, કારણ કે પંતને ઘણીવાર ટેસ્ટ ક્રિકેટમાં આટલા આક્રમક ન બનવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ તેણે સાબિત કરી બતાવ્યું કે તે લાંબા સમય સુધી મોટા શોટ રમવાથી પોતાને રોકી શકતો નથી.
આ પણ વાંચો: પંતે ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ, હિટમેનને પાછળ છોડી બનાવ્યો આ ખાસ રેકોર્ડ
ADVERTISEMENT
પહેલા દિવસે ભારતને લાગ્યા 3 ઝટકા
પહેલા દિવસની રમતના અંત સુધીમાં, ટીમ ઇન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને 359 રન બનાવ્યા હતા. ભારતે પહેલા દિવસે કેએલ રાહુલ (42 રન), સાઈ સુદર્શન (0) અને યશસ્વી જયસ્વાલ (101 રન) ના રૂપમાં 3 વિકેટ ગુમાવી હતી. જ્યારે કેપ્ટન ગિલ 127 અને રિષભ પંત 65 રન બનાવીને નોટ આઉટ છે. હવે બીજા દિવસે ચાહકો પંત પાસેથી પણ સદીની અપેક્ષા રાખશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.