બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપમાં કેવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11? વૈભવ સૂર્યવંશીને મળી જગ્યા, આ ખેલાડી કેપ્ટન
Last Updated: 10:27 AM, 30 November 2025
Asia Cup: ભારતીય ક્રિકેટ ટીમ અંડર-19 એશિયા કપ જીતવા માટે તૈયાર છે. BCCIએ શનિવારે પુરુષોના અંડર-19 એશિયા કપ માટે 15 સભ્યોના ભારતીય સ્કવોડની જાહેરાત કરી. આ ટુર્નામેન્ટ 12 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી દુબઈમાં રમાહસે, જેમાં ભારત અને પાકિસ્તાન સહિત પાંચ ટીમો ભાગ લઈ રહી છે. આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમનારા આયુષ મ્હાત્રેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં વૈભવ સૂર્યવંશીને પણ સામેલ કરવામાં આવ્યો છે, જેને તાજેતરમાં જ હાલમાં એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં ધમાકેદાર સદી ફટકારી છે.
ADVERTISEMENT
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) November 28, 2025
India’s U19 Squad for ACC Men’s U19 Asia Cup announced.
The Junior Cricket Committee has picked the India U19 squad for the upcoming ACC Men’s U19 Asia Cup to take place in Dubai from 12th December.
Details 🔽 https://t.co/NQS4ihS8hn
આયુષ મ્હાત્રે એશિયા કપ માટે ભારતીય અંડર-19 ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે વિહાન મલ્હોત્રાને વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. આ દરમિયાન, બધાની નજર વૈભવ સૂર્યવંશી પર રહેશે. તેણે એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં યુએઈ સામે 32 બોલમાં સદી ફટકારી હતી. જોકે, આ ટૂર્નામેન્ટમાં ભારત ફાઇનલમાં પહોંચી શક્યું ન હતું.
ADVERTISEMENT

ભારતને અંડર-19 એશિયા કપ માટે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે, પરંતુ સંપૂર્ણ શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં અવાયું નથી. ભારતની પાકિસ્તાન સાથેની મેચ 14 ડિસેમ્બરે રમાશે. ભારત અને પાકિસ્તાન સાથે ગ્રુપ Aમાં હજુ બે ક્વોલિફાયર ટીમો જોડાશે. ગ્રુપ Bમાં શ્રીલંકા, બાંગ્લાદેશની સાથે અન્ય એક ક્વોલિફાયર ટીમ પણ જોડાશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: IND vs SA: ટીમ ઇન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં ફેરફાર, KL રાહુલે કહ્યું 'જો રિષભ પંત પ્લેઇંગ 11...'
ADVERTISEMENT
આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા (વાઈસ-કેપ્ટન), વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), યુવરાજ ગોહિલ, કનિષ્ક ચૌહાણ, ખિલન એ. પટેલ, નમન પુષ્પક, ડી. દીપેશ, હેનિલ પટેલ, કિશન કુમાર સિંહ*, ઉધવ મોહન, એરોન જ્યોર્જ
સ્ટેન્ડબાય ખેલાડીઓ: રાહુલ કુમાર, હેમચુદેસન જે, બી.કે. કિશોર, આદિત્ય રાવત
ADVERTISEMENT
આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ, હરવંશ સિંહ, યુવરાજ ગોહિલ, કનિષ્ક ચૌહાણ, ખિલન એ. પટેલ, નમન પુષ્પક, ડી. દિપેશ, હેનિલ પટેલ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.