બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs SA: ટીમ ઇન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં ફેરફાર, KL રાહુલે કહ્યું 'જો રિષભ પંત પ્લેઇંગ 11...'
Last Updated: 08:21 AM, 30 November 2025
IND vs SA ODI Series: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પહેલી વનડે મેચ 30 નવેમ્બરે રાંચીમાં રમાશે. મેચ પહેલા, ભારતીય ટીમના કેપ્ટન કેએલ રાહુલે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જ્યાં તેણે પ્લેઇંગ ઇલેવન સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા. રાહુલે જણાવ્યું કે જો રિષભ પંત પ્લેઇંગ ઇલેવનનો ભાગ હશે તો તે વિકેટકીપર તરીકે રમશે.
ADVERTISEMENT
🗣️🗣️ Key will be to get into the rhythm and momentum of playing ODI cricket 🙌
— BCCI (@BCCI) November 29, 2025
Captain @klrahul on #TeamIndia’s mindset heading into the #INDvSA ODI series 🎯
Click to watch the full press conference ▶️ https://t.co/YAZHM9HdKF@IDFCFIRSTBank pic.twitter.com/zvVvBr1U47
સાથે જ કેએલ રાહુલે પુષ્ટિ કરી છે કે તે આગામી ODI સીરીઝમાં નંબર 6 પર બેટિંગ કરશે. નિયમિત ODI કેપ્ટન શુભમન ગિલ ઈજાને કારણે સીરીઝનો ભાગ નથી. કેએલ રાહુલ અગાઉ ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરીઝમાં અને તે પહેલાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં છઠ્ઠા નંબર પર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. માહિતી પ્રમાણે, કેએલ રાહુલે કહ્યું - 'હું એ જ સ્થાન પર, નંબર 6 પર બેટિંગ કરીશ. અમે સ્પિન બોલિંગને વધુ સારી રીતે રમવાનો પ્રયાસ કરીશું." કેએલ રાહુલ ટેસ્ટ મેચમાં ઓપનિંગ કરે છે, પરંતુ તે વનડેમાં મિડલ ઓર્ડર સાથે સારી રીતે અનુકૂલન સાધી ચૂક્યો છે. છઠ્ઠા નંબર પર, રાહુલની વનડે સરેરાશ 40થી વધુ છે. જોકે, તેણે આ સ્થાન પર હજુ સુધી એક પણ પચાસ કે સદી ફટકારી નથી.
ADVERTISEMENT
𝗦𝗢𝗨𝗡𝗗 𝗢𝗡 🔊
— BCCI (@BCCI) November 29, 2025
🎥 High intensity and good vibes, ft. Rohit Sharma and Virat Kohli 🤝🔥#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @ImRo45 | @imVkohli pic.twitter.com/hT6hQ0NAmN
સાથે જ મેનેજમેન્ટ રુતુરાજ ગાયકવાડને તક આપવાનું વિચારી રહ્યું છે. એવામાં લગભગ નિશ્ચિત છે કે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા આવશે. જયારે વિરાટ કોહલી પહેલાથી જ નંબર 3 પર છે. વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયરની ગેરહાજરી પણ નંબર 4 પરના સ્થાન અંગે ગંભીર સવાલો ઉભા કરે છે. શક્ય છે કે રિષભ પંત તે સ્થાન પર રમશે. રાહુલે પહેલેથી જ કહ્યું છે કે તે નંબર 6 પર બેટિંગ કરશે, તેથી ઋતુરાજ ગાયકવાડ માટે મધ્યમ ક્રમમાં સ્થાન બનાવી શકાય છે.
ADVERTISEMENT

દરમિયાન, ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ત્રણ મેચની વનડે સીરીઝમાં શુભમન ગિલે રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. જોકે, જયસ્વાલ પાસે હવે વનડેમાં પોતાને સાબિત કરવાની તક હશે. રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર બે સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર હોઈ શકે છે, જ્યારે અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા પેસ આક્રમણ સંભાળી શકે છે. કુલદીપ યાદવ મુખ્ય સ્પિનર તરીકે રમી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: રોહિત શર્મા-વિરાટ કોહલી 2027 ના વર્લ્ડ કપમાં રમશે? BCCI લેશે અંતિમ નિર્ણય!
ADVERTISEMENT
રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, કેએલ રાહુલ (કેપ્ટન), રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, રુતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, ધ્રુવ જુરેલ
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.