બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / T20 ક્રિકેટમાં બન્યા 300થી વધુ રન, ભારતીય ધરતી પર આવું માત્ર બીજી વાર થયું!

સ્પોર્ટ્સ / T20 ક્રિકેટમાં બન્યા 300થી વધુ રન, ભારતીય ધરતી પર આવું માત્ર બીજી વાર થયું!

Vidhata Gothi

Last Updated: 02:22 PM, 30 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

300 Plus Score in T20 Cricket Match: ભારતીય ધરતી પર T20 ક્રિકેટમાં એક મોટું કારનામું જોવા મળ્યું છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં પંજાબની ટીમે 300થી વધુ રન બનાવ્યા છે.

T20 ક્રિકેટમાં હવે 200 કે 250 રન બનાવવા સામાન્ય વાત થઈ ચુકી છે, પરંતુ 300 રન બનાવવા કોઈપણ ટીમ માટે હજુ પણ મુશ્કેલ હોય છે. આ જ કારણ છે કે T20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં આટલો મોટો સ્કોર માત્ર ગણતરીના પ્રસંગોએ જ બન્યો છે. નેપાળની ટીમે 2023માં ટી20 ક્રિકેટમાં સૌથી પહેલા 300થી વધુ રનનો સ્કોર બનાવ્યો હતો. હવે, આનું તાજેતરનું ઉદાહરણ ભારતમાં જોવા મળ્યું છે.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં પંજાબની ટીમે બંગાળ સામે કહેર મચાવી દીધો. અભિષેક શર્માની ધમાકેદાર સદીના કારણે પંજાબે સ્કોરબોર્ડ પર 300થી વધુ રન બનાવી લીધા. અભિષેક શર્માએ 52 બોલમાં 148 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેનાથી પંજાબની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 310 રનનો મોટો સ્કોર બનાવી શકી. અભિષેકે પોતાની વિસ્ફોટક સદીમાં 8 ચોગ્ગા અને 16 છગ્ગા ફટકાર્યા.

5મી વાર થયું આવું

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ઇતિહાસમાં આ બીજી વખત છે કે જયારે કોઈ ટીમે 300થી વધુ રનનો સ્કોર કર્યો હોય. આ પહેલા, વડોદરાની ટીમે 5 ડિસેમ્બર 2024એ સિક્કિમ સામે 5 વિકેટ ગુમાવીને 314 રન કર્યા હતા. આ T20 ક્રિકેટનો સૌથી વધુ સ્કોર પણ છે. T20 ક્રિકેટમાં આ પાંચમી વખત છે જ્યારે કોઈ ટીમે 300 રનનો આંકડો પાર કર્યો છે. T20Iમાં અત્યાર સુધીમાં ત્રણ વખત 300થી વધુનો સ્કોર બની ચુક્યો છે.

vtv app promotion

T20 ક્રિકેટમાં 300થી વધુનો સ્કોર બનાવનાર ટીમો

  • વડોદરા - 349/5
  • ઝિમ્બાબ્વે - 344/4
  • નેપાળ - 314/3
  • પંજાબ - 310/5
  • ઇંગ્લેન્ડ - 304/2

આ પણ વાંચો: એશિયા કપમાં કેવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11? વૈભવ સૂર્યવંશીને મળી જગ્યા, આ ખેલાડી કેપ્ટન

પ્રથમ વિકેટ માટે 200+ રનની ભાગીદારી

પંજાબ માટે અભિષેક શર્માએ સદી ફટકારી, જ્યારે પ્રભસિમરન સિંહે 35 બોલમાં 70 રન બનાવ્યા. અભિષેક અને પ્રભસિમરને પહેલી વિકેટ માટે 205 રનની ભાગીદારી કરી. રમણદીપ સિંહે 39 રનનું યોગદાન આપ્યું, જ્યારે સનવીર સિંહે 22 રનનું યોગદાન આપ્યું. બંગાળ માટે આકાશદીપે બે વિકેટ લીધી. મોહમ્મદ શમી, સક્ષિમ ચૌધરી અને પ્રદીપ્ત પ્રમાણિકે એક-એક વિકેટ લીધી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

300 Plus Score in T20 Match Cricket News Abhishek Sharma
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ