બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Center Sports Minister Kiren Rijiju and CM Vijay Rupani Inaugurated Khel Mahakumbh

અમદાવાદ / આનંદીબહેન, CM રૂપાણી અને ખેલ મંત્રી કિરણ રિજીજુના હસ્તે ખેલ મહાકુંભ-2019નો રંગેચંગે પ્રારંભ

Juhi

Last Updated: 06:21 PM, 8 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત ઉપક્રમે અમદાવાદમાં ખેલ મહાકુંભ 2019નો રંગેચંગે પ્રારંભ થયો છે. કેન્દ્રીય રમત ગમત મંત્રી કિરણ રિજીજુ, CM રૂપાણી અને ઉતરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલની હાજરીમાં બોપલની સંસ્કાર ધામ સ્કૂલ ખાતે ખેલ મહાકુંભ 2019ને ખુલ્લો મુકાયો છે.

ખેલ મહાકુંભ 2019ની સાથે બોપલ ખાતે સંસ્કારધામ સ્પોર્ટ્સ એકડમીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સંભારભમાં ખેલ જગતની જાણીતી હસ્તીઓનું સન્માન કરાયું. જેમાં બોક્સિંગ ચેમ્પિયન મેરી કૉમ, ચેસ ચેમ્પિયન વિશ્વનાથ આનંદ, શુટર ગગન નારંગ, પી. ગોપીચંદ, પેરાઓલમ્પિક વિજેતા દીપા મલિકનો સમાવેશ છે.

ખેલ મહાકુંભને FIT India કેમ્પેઈન સાથે જોડાયો

PM મોદી લોન્ચ કરેલાં ફિટ ઈન્ડિયા કેમ્પેઈનને પ્રમોટ કરવા તેને ખેલ મહાકુંભ સાથે જોડાયો છે. આ અંતર્ગત ખેલ જગતની સેલિબ્રિટીને જોડી ફિટ ઈન્ડિયા કેમ્પેઈનમાં જોડી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરાશે. 

શ્રેષ્ઠ રમતવીરોનું સન્માન

ખેલ મહાકુંભ 2019ના પ્રારંભ સાથે જ રાજ્ય વિવિધ રમતોમાં શ્રેષ્ઠ રમતવીરોને સન્માનિત પણ કરાયા. 

ચાલુ વર્ષે કુલ 22 રમતોનો કરાયો સમાવેશ 

ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ કુલ 22 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા કક્ષાએ હોકી,આર્ચરી,કુસ્તી ,ચેસ,રસ્સાખેંચ ,કબડ્ડી સહિતની રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે રાજય કક્ષાએ કુલ 36 રમતોમાં ભાગ લઇ શકશે. જેમાં આ વખત રાજય કક્ષાએ કુલ 4 નવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કરાટે,ઘોડેસવારી,રોલબોલ,બ્રીજનો સમાવેશ પ્રથમ વાર કરવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cheif Minister of Gujarat Sports Minister gujarat કિરણ રિજીજૂ ખેલ મહાકુંભ 2019 વિજય રૂપાણી inauguration
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ