Speaking after the post-mortem report of Sushant Singh Rajput, the doctor of AIIMS said, "He was killed.
SSR કેસ /
સુશાંતની પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બોલ્યા AIIMSના ડોક્ટર, કહ્યું," તેની તો હત્યા..
Team VTV04:22 PM, 05 Oct 20
| Updated: 04:28 PM, 05 Oct 20
IIMS ના ડોકટરોની ટીમે સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટ મોર્ટમ, વિસેરા રિપોર્ટનું ફરીથી પરીક્ષણ કર્યું હતું અને તમામ મેડિકલ એંગલ્સથી તેની તપાસ કર્યા બાદ તેમણે આ વાત કહી હતી.
સુશાંત કેસ: AIIMS ના ડોકટરોએ કહ્યું, સુશાંતે આત્મહત્યા જ કરી છે
AIIMS ના ડોકટરોની ટીમે તમામ મેડિકલ એંગલ્સથી પરીક્ષણ કર્યું હતું
સુશાંત સિંહ રાજપૂત ના મોત અંગે ઘણા સવાલો ઊભા થયા હતા
ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત નાં મોત અંગે છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચાઓ અને તપાસ ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે દેશની સૌથી મોટી તબીબી સંસ્થા AIIMS સાત ડોકટરોની ટીમે થોડા દિવસો પહેલાના એક અહેવાલમાં કહ્યું હતું કે અભિનેતાનું મોત આત્મહત્યાને કારણે થયું છે, તેમાં હત્યા જેવી કોઈ વાત નથી.સુશાંતના મોત અંગે અનેક સવાલો ઉભા થયા છે, પરંતુ હવે AIIMS દ્વારા આત્મહત્યાની પુષ્ટિ કરવામાં આવી છે.
AIIMS ડોકટરોની ટીમે સુશાંત સિંહ રાજપૂત ના પોસ્ટ મોર્ટમ, વિસેરા રિપોર્ટનું પરીક્ષણ કર્યું હતું અને તમામ તબીબી એન્ગલસથી ચકાસીને તેમણે આ રિપોર્ટ વિશે વાત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ટીમના એક ડોક્ટરે કહ્યું હતું કે ટીમના તમામ સાત સભ્યોએ સ્વીકાર્યું છે કે સુશાંતનું મોત આત્મહત્યાને કારણે થયું છે.
AIIMS ના ડોક્ટરોએ કેવી રીતે તપાસ આગળ વધારી
જ્યારે સુશાંત સિંહ રાજપૂત નાં મોતનો કેસ CBI ને સોંપાયો હતો, ત્યારે CBI વતી AIIMS ની એક પેનલ બનાવવામાં આવી હતી. 22 ઓગસ્ટે રચાયેલી આ પેનલમાં AIIMS ફોરેન્સિક વિભાગના વરિષ્ઠ તબીબોનો સમાવેશ થાય છે
.
જ્યારે AIIMS ની ટીમ તપાસ માટે મુંબઇ પહોંચી હતી, ત્યારે તેઓની પાસે ક્રાઇમ સીન ફોટોગ્રાફ્સનું એક્સેસ નહોતું.
શરૂઆતમાં, AIIMS ની ટીમને મુંબઈની હોસ્પિટલમાંથી પોસ્ટમોર્ટમ સહિતના અહેવાલો સોંપવામાં આવ્યા ન હતા. AIIMS ની ટીમની તપાસ સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી.
AIIMS ની ટીમે મુંબઈની કૂપર હોસ્પિટલના ડોકટરો સાથે વાત કરી, જેમણે સુશાંતનું પોસ્ટમોર્ટમ કર્યું હતું.
ગયા સોમવારે, AIIMS ની ટીમે CBI ની ટીમને મળી અને અહેવાલ સોંપ્યો હતો.
AIIMS ડોકટરોએ 29 સપ્ટેમ્બરના રોજ પોતાનો અહેવાલ CBI ને સુપરત કર્યો હતો. AIIMS નો અહેવાલ કૂપર હોસ્પિટલના અહેવાલ જેવો હતો, જેમાં સુશાંતના મોતને આત્મહત્યા નહીં પરંતુ આત્મહત્યા ગણાવી હતી.
હવે જો CBI ના સૂત્રોની વાત માની લેવામાં આવે તો તેઓ આ મામલાની આત્મહત્યાના ખૂણાથી તપાસ કરી રહ્યા છે. જેમાં આત્મહત્યા કરવા માટે ઉકસાવવા જેવા એંગલ્સ પણ જોવામાં આવશે અને જે પણ પુરાવા જાહેર થશે તેના આધારે તેને આગળ વધારવામાં આવશે.