બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / Solar Rooftop yojna will save 18000 rupees per year per family, read how

ફાયદો / વીજળી મફત... વર્ષે 18 હજારની બચત: જાણો શું છે મોદી સરકારની સૂર્યોદય યોજના, કઈ રીતે મળશે લાભ?

Vaidehi

Last Updated: 05:04 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારની સોલાર રૂફટોપ યોજનાથી 1 કરોડ પરિવારની દરવર્ષે 18000 રૂપિયાની બચત થશે...જાણો કેવી રીતે?

  • બજેટ 2024માં સોલાર રૂફટોપને લઈને જાહેરાત
  • ભારત સરકાર 1 કરોડ પરિવારને 300 યૂનિટ ફ્રી વીજળી આપશે
  • પરિવાર દીઠ દરવર્ષે18000 રૂપિયાની બચત કરી શકશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રીએ કહ્યું કે લોકોને 300 યુનિટ મફત વીજળી મળશે. આ સિવાય નાણામંત્રીએ એમ પણ કહ્યું કે, કોરોના હોવા છતાં પીએમ આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 3 કરોડ ઘર બનાવવાનું કામ પૂર્ણ થયું. તેમજ આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે સોલાર રૂફટોપ યોજનાથી 1 કરોડ પરિવારને દરમહિને 300 યુનિટ મફત વીજળી મળશે. વીજળી સરકારને વેંચીને લોકો કમાણી પણ કરી શકશે.

સૂર્યોદય યોજનાને લીધે કરોડો લોકોને થશે કમાણી
બજેટ 2024માં એક કરોડ ઘરોને 300 યૂનિટ વીજળી ફ્રી દેવાનું એલાન કરવામાં આવ્યું છે. સૂર્યોદય યોજના અંતર્ગત લોકોને આ સુવિધા આપવામાં આવશે. યોજના અંતર્ગત 1 કરોડ લોકોનાં વાર્ષિક 18000 રૂપિયાની બચત થઈ શકશે. 

આ યોજનાથી બમણો ફાયદો
જાણકારો અનુસાર ઘરની છત પર સોલાર એનર્જીનાં માધ્યમથી ફ્રી વીજળી આપવાનો નિર્ણય સરકારની બમણી જીત માનવામાં આવી રહી છે.  પહેલા તો સરકાર આ યોજનાની મદદથી પર્યાવરણ પર થતી ખરાબ અસર ઓછી થશે. અને બીજું કે ગરીબ અને મીડલ ક્લાસ લોકોને આર્થિકરૂપે રાહત મળશે.

પણ 18000 રૂપિયાની બચત કઈ રીતે થશે?
ઉદાહરણથી સમજીએ...
પ્રતિ યૂનિટ વીજળીની આશરે કિંમત 5 રૂપિયા છે. જો મહિનામાં 300 યૂનિટ વીજળી ફ્રીમાં મળે છે તો તેની કિંમત 1500 રૂપિયાની આસપાસ થાય. જો આમ દરમહિને 300 યૂનિટની બચત થાય તો વાર્ષિક 3600 યૂનિટ ફ્રીમાં મળે જેની કિંમત 18000 રૂપિયા થાય છે.  એટલે કે 1 કરોડ પરિવાર પરિવારદીઠ 18000 રૂપિયા બચાવશે જેથી દેશમાં 18 હજાર કરોડ રૂપિયાની સેવિંગ થશે.

યોજનાની પાત્રતા
આ યોજનાનો લાભ ફક્ત ભારતીયોને જ મળશે.
આ યોજના માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1 અથવા 1.5 લાખથી વધુ ન હોવી જોઈએ.
અરજી કરતી વખતે તમામ દસ્તાવેજો સાચા હોવા જોઈએ.
અરજદાર કોઈપણ સરકારી સેવા સાથે સંકળાયેલો ન હોવો જોઈએ.

સરકારની આ ઓફિશિયલ વેબસાઈટ પરથી યોજના અંગે વધુ માહિતી મેળવી શકાશે: https://www.solarrooftop.gov.in/

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ