બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / વિશ્વ / So no player can play with tricolor flag: UWW threatens India in support of Pehlwano

Wrestlers Protest / તો તિરંગા ઝંડા સાથે નહીં રમી શકે કોઈ ખેલાડી: પહેલવાનોના સમર્થનમાં UWWની ભારતને ધમકી

Priyakant

Last Updated: 10:29 AM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wrestlers Protest News: જો WFI ને સસ્પેન્ડ કરવામાં આવશે તો કોઈ પણ ખેલાડી ઈન્ટરનેશનલ રેસલિંગ મેચમાં ભારતીય ધ્વજ સાથે ભાગ લઈ શકશે નહીં

  • કુસ્તીબાજોએ બૃજભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલ્યો 
  • પહેલવાનોના સમર્થનમાં હવે UWWની ભારતને ધમકી 
  • કુશ્તીની સૌથી મોટી સંસ્થા તરફથી પણ મોટું નિવેદન
  • WFIની ચૂંટણી 45 દિવસની અંદર ન થાય તો WFIને સસ્પેન્ડ કરી શકાય છે

એક મહિનાથી વધુ સમયથી કુસ્તીબાજોએ બૃજભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલ્યો છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને હવે દિલ્હીના જંતર-મંતર પરથી પણ હટાવી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં મંગળવારે કુસ્તીબાજોના એક પગલાએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. રેસલરોએ હરિદ્વાર પહોંચ્યા પછી તેમના મેડલ ગંગા નદીમાં ફેંકવાની જાહેરાત કરી. 

કુસ્તીબાજો ભારે ભીડ વચ્ચે સાંજે હર કી પૌરી પહોંચ્યા, પરંતુ ખેડૂત નેતા નરેશ ટિકૈતે તેમના મેડલ લઈ લીધા અને તેમને સમજાવીને સરકારને 5 દિવસનું અલ્ટીમેટમ આપ્યું. હરિદ્વારમાં કુસ્તીબાજોના મેડલ ઉતારવાની જાહેરાતની દેશભરમાં ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન કુશ્તીની સૌથી મોટી સંસ્થા તરફથી પણ આ મામલે નિવેદન આવ્યું છે. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) એ કહ્યું કે, જો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ની ચૂંટણી 45 દિવસની અંદર ન થાય તો WFI ને આગળની મેચો માટે સસ્પેન્ડ કરી શકાય છે.

જો આવું થયું તો ખેલાડીઓ ભારતીય ધ્વજ સાથે નહિ રમી શકે ? 
યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગની આ એક ધમકી પણ મહત્વ ધરાવે છે. કારણ કે જો WFI ને સસ્પેન્ડ કરવામાં આવશે, તો ભારતીય ખેલાડીઓએ તેમની તમામ ભાવિ મેચો તટસ્થ ધ્વજ હેઠળ રમવી પડશે. એટલે કે કોઈ પણ ખેલાડી ઈન્ટરનેશનલ રેસલિંગ મેચમાં ભારતીય ધ્વજ સાથે ભાગ લઈ શકશે નહીં.

UWW કુસ્તીબાજોના મુદ્દે બેઠકનું કરશે આયોજન  
UWW કુસ્તીબાજોની સ્થિતિ જાણવા અને તેમની સુરક્ષા વિશે વાત કરવા માટે એક મીટિંગનું આયોજન કરવા જઈ રહ્યું છે. સંસ્થા ભારતીય ઓલિમ્પિક એસોસિએશન અને WFI ની એડ-હોક સમિતિને વૈકલ્પિક જનરલ કમિટી બનાવવા માટે પણ વિનંતી કરશે.

UWWએ તપાસ અંગે નિરાશા વ્યક્ત કરી
યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે કુસ્તીબાજો સાથે કરવામાં આવતી સારવાર અને તેમની અટકાયતની નિંદા કરી છે. આ સાથે UWW એ અત્યાર સુધીની તપાસના પરિણામોના અભાવ પર નિરાશા વ્યક્ત કરી છે. UWWએ આરોપોની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરવા સંબંધિત અધિકારીઓને વિનંતી કરી છે. 

હરિદ્વારમાં કુસ્તીબાજોએ તેમના મેડલ કેમ ન વહાવ્યા ?
હરિદ્વારમાં ગંગા નદીમાં મેડલ વહાવવા કરવા માટે કુસ્તીબાજો મંગળવારે સાંજે લગભગ 5.45 વાગ્યે હર કી પૌરી પહોંચ્યા હતા. અહીં વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક ગંગા નદીના કિનારે બેઠા હતા. તેની આંખોમાં આંસુ હતા. ઘણા સમય સુધી બંને માથું પકડીને રડતા રહ્યા. આ બધી ઘટના ચાલી રહી હતી તે દરમિયાન ખેડૂત નેતા નરેશ ટિકૈત ત્યાં પહોંચી ગયા. તેમણે સાક્ષી અને વિનેશ પાસેથી તેમના મેડલ છીનવી લીધા અને તેમને સમજાવીને સરકારને 5 દિવસનું અલ્ટીમેટમ આપ્યું.

ગંગા સભાએ વિરોધની જાહેરાત કરી પણ..... 
હરિદ્વારમાં કુસ્તીબાજોના મેડલ વિસર્જનના કાર્યક્રમનો વિરોધ કરવાની ગંગા સભાએ જાહેરાત કરી હતી. ગંગા સભા હરિદ્વારના પ્રમુખ નીતિન ગૌતમે કહ્યું હતું કે, જો કુસ્તીબાજો અહીં આવીને મેડલ ડૂબાડશે તો ગંગા સભા તેમને રોકશે. તેણે આગળ કહ્યું હતું કે આ ગંગાનો વિસ્તાર છે. લોકો અહીં પૂજા કરવા આવે છે. આ જંતર-મંતર નથી અને ન તો આ રાજકારણનો અખાડો છે. અમે તેમનું સન્માન કરીએ છીએ, તેથી કુસ્તીબાજો ઈચ્છે તો ગંગા આરતીમાં ભાગ લઈ શકે છે. જોકે કુસ્તીબાજોના આગમન બાદ આ બાબતે કોઈ હંગામો થયો ન હતો.

બૃજભૂષણે આપ્યું મોટું નિવેદન 
બૃજભૂષણ શરણ સિંહે પણ મંગળવારે બનેલી સમગ્ર ઘટના પર પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું છે. તેણે કહ્યું, તપાસની મંજૂરી આપવી જોઈએ. હવે બધું દિલ્હી પોલીસના હાથમાં છે. FIR ફક્ત તેમની (કુસ્તીબાજોની) વિનંતી પર દાખલ કરવામાં આવી છે. તે લોકો મેડલના બહાને ગંગાજી ગયા હતા, પરંતુ નરેશ ટિકૈતને સોંપીને પરત ફર્યા હતા. રેસલિંગ એસોસિએશનના પ્રમુખ તરીકેનો મારો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે, તેથી હું આ પદ પર નથી. જો હું ખોટો સાબિત થઈશ તો ધરપકડ પણ થશે.

5 જૂને અયોધ્યામાં સંતો થશે એકત્ર
આ તરફ કુસ્તીબાજોના વિરોધ વચ્ચે અયોધ્યામાં બૃજભૂષણ શરણ સિંહના સમર્થનમાં સંતો એકઠા થવા જઈ રહ્યા છે. તેમણે 5 જૂને અયોધ્યામાં એક મોટી જનજાગૃતિ રેલી અને સભાનું આયોજન કર્યું છે. ઋષિ-મુનિઓએ જાહેરાત કરી છે કે. POCSO એક્ટ જેમાં બૃજભૂષણ સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કાયદામાં સુધારાની જરૂર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ