બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / sleeping in day good for health know what ayurveda says
Arohi
Last Updated: 02:34 PM, 12 April 2024
બપોરે ઊંઘવું જોઈએ કે નહીં તેને લઈને ઘણા લોકોના મનમાં ભ્રમ હોય છે. જોકે સ્ટડીમાં જાણવા મળી ચુક્યું છે કે થોડા સમયની ડે નેપ મગજ અને સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવામાં મદદ કરે છે. છતાં જો તમે દિવસે નથી સુતા તો આયુર્વેદમાં લખેલી આ વાતોને જરૂર જાણી લેજો. આયુર્વેદ અનુસાર દિવસમાં સુવુ કેવા લોકો માટે ફાયદાકારક છે.
ADVERTISEMENT
આ લોકો માટે બપોરે સુવુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
સ્ટૂડન્ટ્સ
જે સ્ટૂડન્ટ્સ સતત અભ્યાસ કરે છે. તેમના માટે બપોરે સુવુ સારૂ છે. તેનાથી મેમરી પાવર વધે છે. સાથે જ વાંચેલુ બધુ યાદ રહે છે. મગજને આરામ આપવા માટે બપોરના સમયે સ્ટૂડન્ટ્સે સુવુ જોઈએ.
ADVERTISEMENT
હેવી વર્ક કરતા લોકો
આયુર્વેદ અનુસાર જે લોકો ખૂબ વધારે અને મહેનત વાળું કામ કરે છે. શારીરિક પરિશ્રમ કરે છે. તેમણે દિવસમાં સુવુ જોઈએ. તેનાથી શરીરને આરામ મળે છે. હકીકતે હેવી વર્ક કરવાથી પિત્ત અને થાક વધે છે. દિવસમાં સુવાથી પિત્ત ઓછો થાય છે અને થાક દૂર થાય છે.
સર્જરી કે ઈજા
જે લોકોની સર્જરી થઈ છે કે ઈજા પહોંચી છે. તેમને દિવસમાં સુવુ જોઈએ. આયુર્વેદ અનુસાર બપોરે સુવાથી પિત્ત ઓછુ થાય છે અને ઈજામાં આરામ મળે છે.
કમરજોર અને અંડરવેટ લોકો
જે લોકોનું વજન ઓછુ છે અને તેને વજન વધારવાની જરૂર છે. એવા લોકોને દિવસમાં સુવુ જોઈએ. જેનાથી કેલેરી બચી રહે છે અને વજન વધવામાં મદદ મળે છે.
વધુ વાંચો: કબજિયાતનો કાયમી ઈલાજ છે ‘HMF Rule’, આંતરડામાં જામેલી ગંદકીનો થશે સફાયો, રીત અનુસરજો
વૃદ્ધિ અને બાળકો
60 વર્ષથી ઉપરના વૃદ્ધ અને 10 વર્ષથી નાના બાળકોએ દિવસમાં જરૂર સુવુ જોઈએ. જેનાથી તેમની એનર્જી બની રહે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.