બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / સ્પોર્ટસ / Cricket / Skipper Sunil Chhetri nets hattrick as India beat Pakistan 4-0 in SAFF Football tournament

SAFF Football / ફૂટબોલ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, સુનિલ છેત્રીએ બનાવ્યો આ મોટો રેકોર્ડ, હારેલી ટીમ ગોલ ન કરી શકી

Hiralal

Last Updated: 10:28 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SAFF ફૂટબોલ ટૂર્નોમેન્ટમાં ભારતે પાકિસ્તાનને 4-0થી પરાજય આપીને વિજયી શુભારંભ કરી દીધો છે.

  • SAFF ફૂટબોલ ટૂર્નોમેન્ટમાં ભારતની વિજયી શરુઆત 
  • બીજી મેચમાં પાકિસ્તાનને 4-0થી હરાવ્યું 
  • સુનિલ છેત્રીએ હેટ્રિક લગાવી, બન્યો એશિયાનો બીજો મોટો ગોલ સ્કોરર 

ભારતીય ફૂટબોલ ટીમે SAFF ચેમ્પિયનશીપ 2023ની બીજી મેચમાં પાકિસ્તાનને 4-0થી હરાવીને ટુર્નામેન્ટમાં વિજયી શુભારંભ કરી દીધો છે. શ્રી કાંતીરવા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારત તરફથી કેપ્ટન સુનીલ છેત્રીએ હેટ્રિક ફટકારી હતી. આ ગોલને સહારે સુનિલ છેત્રીએ એશિયાના બીજા આંતરરાષ્ટ્રીય ગોલ સ્કોરરના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. જ્યારે ઉદંતાએ આખરી પળોમાં ગોલ ફટકાર્યો. સપ્ટેમ્બર 2018 બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી આ સૌપ્રથમ ફૂટબોલ મેચ હતી. પાંચ વર્ષ અગાઉ ભારતે એસએએફએફ ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં પડોશી દેશને 3-1થી હરાવ્યું હતું.

કેપ્ટન સુનીલ છેત્રીની હેટ્રિક 
ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ ફરી એકવાર મેદાન પર પોતાની ચમક દેખાડી. ભારતીય કેપ્ટને પાકિસ્તાન સામે SAFF ચેમ્પિયનશિપની પ્રથમ મેચમાં હેટ્રિક ગોલ ફટકાર્યો હતો. તેણે ટીમ માટે પ્રથમ ત્રણ ગોલ કર્યા. ભારતે 4-0થી મેચ જીતી. પ્રથમ હાફની 10મી મિનિટે છેત્રીએ ભારતને લીડ અપાવી હતી. પાકિસ્તાની ગોલકીપરે ભૂલ કરી અને છેત્રીએ તેની પાસેથી બોલ છીનવીને ગોલ પોસ્ટની અંદર નાખ્યો. આ રીતે ભારતની લીડ 1-0 થઈ ગઈ.

છેત્રીની ચોથી આંતરરાષ્ટ્રીય હેટ્રિક
સુનીલ છેત્રીની આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં આ ચોથી હેટ્રિક છે. તે ભારત માટે સૌથી વધુ હેટ્રિક ધરાવનાર ફૂટબોલર પણ છે. અગાઉ 2008માં તેણે તાજિકિસ્તાન, 2010માં વિયેતનામ અને 2018માં તાઈવાન સામે ત્રણ ગોલ કર્યા હતા. ભારતે આ ત્રણેય મેચ જીતી હતી. છેત્રી પહેલા પૂરન બહાદુર થાપા અને આઈએમ વિજયને ભારત તરફથી પાકિસ્તાન સામે હેટ્રિક ગોલ કર્યા છે

પાક.ટીમ એક પણ ગોલ ન કરી શકી
ભારત માટે સુનીલ છેત્રીએ 10મી મિનિટે અને ત્યાર બાદ 16મી મિનિટે ગોલ ફટકાર્યા હતા. બીજા હાફમાં સુનિલ છેત્રીએ 74મી મિનિટે ગોલ ફટકારીને હેટ્રિક પુરી કરી હતી. તે પછી ઉદંતા સિંહે 81મી મિનિટમાં ગોલ કર્યો હતો. પાકિસ્તાનની ટીમ આ મેચમાં એક પણ ગોલ કરી શકી નહોતી.

ભારતીય ખેલાડીઓ અને પાક.ખેલાડીઓ વચ્ચે બોલાચાલી 
ફર્સ્ટ હાફના અંતે ભારતીય ટીમના કોચ ઈગોર થિતિમાક અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. પાકિસ્તાનનો અબ્દુલ્લાહ ઈકબાલ થ્રો-ઈનની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે અત્યંત અનુભવી કોચ સ્ટીમાકે દરમિયાનગીરી કરી હતી. સ્ટીમાકે આ બોલને ખેલાડી પાસેથી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેની પાકિસ્તાનના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફે નિંદા કરી હતી. રેફરી પ્રજ્વલ છેત્રી અને અન્ય મેચ અધિકારીઓને બંને પક્ષોને અલગ કરવા માટે દખલ કરવી પડી હતી. આ પછી સ્ટિમેકને રેડ કાર્ડ દેખાડવામાં આવ્યું હતુ કારણ કે ફૂટબોલના નિયમો અંતર્ગત આ સજા જાણી જોઈને વિરોધી ખેલાડીની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાની છે. આ પછી સ્ટિમેક આખી મેચ ત્યાં ટકી શક્યો નહતો અને મહેશ ગવલીએ આ કામ સંભાળી લીધું હતુ.

ભારત આઠ વખત જીતી ચૂક્યું છે ટાઈટલ 
14મી એસએએફએફ ચેમ્પિયનશિપને બે જૂથોમાં વહેંચવામાં આવી છે. ભારતને ગ્રુપ એમાં કુવૈત, નેપાળ અને પાકિસ્તાનની સાથે રાખવામાં આવ્યું છે. ગ્રુપ બીમાં લેબનોન, માલદીવ, ભૂટાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. ભારત આઠ વખત એસએએફએફ કપનું ટાઇટલ જીતવામાં સફળ રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ