બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Six people were shot dead in Mississippi USA

ગોળીબાર / ફાયરિંગથી ફરી હચમચી ગયું અમેરિકા, મસિસિપીમાં છ લોકોની ગોળી મારીને હત્યા, પોલીસે એકની કરી અટકાયત

Malay

Last Updated: 07:57 AM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના મિસિસિપીમાં ફાયરિંગની એક મોટી ઘટના સામે આવી છે. જેમાં 6 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. હાલ પોલીસે એક શખ્સની અટકાયત કરી છે.

 

  • અમેરિકા ફરી ગોળીબારથી હચમચી ગયું
  • મિસિસિપીમાં અંધાધૂધ ફાયરિંગની ઘટના 
  • અંધાધૂધ ફાયરિંગ કરતા મચી અફરાતફરી

અમેરિકામાં એકવાર ફરી ફાયરિંગની ઘટના સામે આવી છે. મિસિસિપી  (Mississippi)માં અંધાધૂધ ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે મિસિસિપીમાં ટેનેસી સ્ટેટ લાઇન પાસે છ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હાલ પોલીસે આ કેસમાં એક શકમંદની અટકાયત કરી છે. 

ફાયરિંગની ઘટનામાં 6 લોકોના મોત 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પહેલા એક સ્ટોર પર અને પછી અન્ય જગ્યાએ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મિસિસિપીના ટેટ કાઉન્ટીમાં થયેલી ફાયરિંગની ઘટનામાં 6 લોકોના મોત થયા છે. આ ઘટના સંદર્ભે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

એક શખ્સની અટકાયત 
આ સિવાય મિસિસિપી ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના પ્રવક્તા બેઈલી માર્ટિને ટેટ કાઉન્ટીના આર્કાબુટલામાં 6 લોકોની હત્યાની પુષ્ટિ કરી છે. ગવર્નર ટેટ રિવ્સે કહ્યું કે તેમને આ ફાયરિંગની માહિતી મળી છે. આ મામલે એક શકમંદને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે શંકાસ્પદ વ્યક્તિએ એકલા હાથે કામ કર્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે આ ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ