બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / site closure notice to builder regarding lift accident in Ahmedabad

કાર્યવાહી / અમદાવાદમાં લિફ્ટ દુર્ઘટના મામલે બિલ્ડરને સાઈટ ક્લોઝર નોટિસ, મૃતકોના પરિવારજનોને ચૂકવાશે રૂ. 5 લાખનું વળતર

Dhruv

Last Updated: 01:17 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની એડોર એસ્પાયર-2 બિલ્ડિંગમાં ગઇકાલે લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત નિપજ્યા હતા. જે મામલે બિલ્ડરને આજે સાઇટ ક્લોઝર નોટિસ ફટકારાઇ છે.

  • ગઇકાલે અમદાવાદમાં ઘટી હતી મોટી દુર્ઘટના
  • બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત થયા હતા
  • બિલ્ડરને ફટકારાઇ સાઇટ ક્લોઝર નોટિસ

અમદાવાદમાં ગઇકાલે ગુજરાત યુનિવર્સિટી નજીક એડોર એસ્પાયર-2માં લિફ્ટ તૂટતા 7 નિર્દોષ શ્રમિકોના મોત નિપજ્યા હતા. આ મામલે 3 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે 3 કોન્ટ્રાકટરો વિરુદ્ધ સદોષ મનુષ્ય વધનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી. ત્યારે હવે આ મામલે બિલ્ડરને સાઇટ ક્લોઝર નોટિસ ફટકારાઇ છે. તદુપરાંત મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા વળતર ચૂકવાશે કે જેની વસૂલાત બિલ્ડર પાસેથી જ કરાશે.

મૃતકોના પરિવારજનોને રૂપિયા 5 લાખનું વળતર ચૂકવાશે

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે અમદાવાદમાં એડોર એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં લિફ્ટ તૂટવાના કારણે 7 શ્રમિકોના મોત થયા હતા. જેમાં પોલીસે કોન્ટ્રાક્ટર સૌરભ શાહ, પેટા કોન્ટ્રાક્ટર દિનેશ પ્રજાપતિ અને નૈમિશ પટેલની ધરપકડ કરી હતી. આ સાથે હવે બિલ્ડરને સાઇટ ક્લોઝરની પણ નોટિસ  ફટકારાઈ છે. તદુપરાંત શ્રમ રોજગાર વિભાગે બિલ્ડર સામે ફરિયાદ પણ નોંધાવી છે. એ સિવાય આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂપિયા 5 લાખનું વળતર ચૂકવાશે. આ વળતરની રકમની વસૂલાત બિલ્ડર પાસેથી જ કરાશે. આ દુર્ઘટનામાં કોઇ પણ પ્રકારની સેફ્ટી વિના કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકો કામ કરતા હતા. આથી, કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું સામે ખુલ્યું છે.

સેફ્ટીની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે: ACP એલ.બી.ઝાલા

વધુમાં જણાવી દઇએ કે, આ ઘટના અંગે ACP એલ.બી.ઝાલાએ પત્રકાર પરિષદ કરતા જણાવ્યું હતું કે, 'કોન્ટ્રાક્ટર સૌરભ શાહ અને પેટા કોન્ટ્રાક્ટર ઝડપાઇ ગયા છે. સરકારી એજન્સીની કેવી જવાબદારી હતી તેની તપાસ કરાઇ. અવ્યવસ્થાને લઈને ખામીઓની તપાસ કરવામાં આવી છે. તપાસમાં જવાબદારી કોન્ટ્રાક્ટરની રહે છે. સેફ્ટીની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. જુદા-જુદા વિભાગના લોકો પાસેથી માહિતી મેળવીને કાર્યવાહી કરાઇ. એડોર ગ્રુપની માહિતી મેળવવામાં આવશે. તપાસમાં જે-તે વ્યક્તિની સામે કાર્યવાહી પણ કરાશે. બિલ્ડરની બેદરકારી હશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરાશે. હંગામી સ્ટ્રક્ચર બન્યું હતું તે કારણભૂત હતું.'

શ્રમિકોના મોત બાદ AMCએ સાઈટની રજા ચિઠ્ઠી રદ કરી હતી

વધુમાં જણાવી દઇએ કે, એડોર સાઈટ પરની આ દુર્ઘટનાને લઇ શ્રમિકોના મોત બાદ AMCએ મહત્વનો નિર્ણય લીધો છે. AMC દ્વારા સાઈટની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી હતી.

તમામ શ્રમિકો રોજગારી મેળવવા અમદાવાદ આવ્યા હતા

એસ્પાયર-2 બિલ્ડિંગના અકસ્માતમાં જે 7 શ્રમિકોના મૃત્યુ થયા છે તેમાના 4 પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વાવ ગામના વતની છે અને બે મૃતકો દેવગઢ બારીયા તાલુકાના વિરોલ ગામના વતની છે. તમને જણાવી દઇએ કે, એસ્પાયર-2નું કન્ટ્રક્શન ભરત ઝવેરી નામના વ્યક્તિ પાસે છે. તમામ મૃતક શ્રમિકો કન્સ્ટ્રક્શનના કામમાં રોજગારી મેળવવા અમદાવાદ આવ્યા હતા. આ ઘટનાને પગલે અમદાવાદ મનપાની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

જાણો શું હતી સમગ્ર ઘટના?

અમદાવાદમાં ગઇકાલે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 નામની બાંધકામ સાઈટ પર 13માં માળેથી સ્લેબ તૂટી પડતાં આઠ શ્રમિકો નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સાત મજૂરોને કાળ આંબી ગયો હતો તો એકને ગંભીર ઈજા પહોંચી હતી. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, બિલ્ડિંગના 13મા માળે સ્લેબ પર લિફ્ટ બનાવવા માટેનું કામ આઠ શ્રમિકો કરી રહ્યાં હતા. આ દરમિયાન ભારે વજનને કારણે આ દુર્ઘટના ઘટી હતી. જેમાં લિફ્ટ તૂટતાં જ આઠેય શ્રમિકો એકસાથે નીચે પટકાયા હતા. શ્રમિકો માટે કામ કરવા દરમિયાન 8મા માળે નેટ પણ બાંધવામાં આવી હતી. આથી શ્રમિકો 8માં માળે આવેલી નેટમાં પણ પડ્યા હતા, પરંતુ ભારે વજનના કારણે નેટ પણ તૂટી ગઇ હતી. આથી નેટ તૂટતાં જ 8મા માળેથી શ્રમિકો ધડામ દઇને નીચે પટકાયા હતા. એમાં 2 શ્રમિક ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યા હતા, જ્યારે 6 શ્રમિક બેઝમેન્ટમાં પડ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ