Shukra Gochar 2023: શુક્રનું આજે રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે જેના કારણે અમુક રાશિના લોકોને ખૂબ જ ફાયદો થશે સાથે જ તેમની કિસ્મતના દ્વાર ખુલી જશે.
શુક્રનું આજે રાશિ પરિવર્તન
આ રાશિના લોકોને થશે ફાયદો
ખુલી જશે કિસ્મતના દ્વાર
સૌંદર્યના કારક શુક્ર 2 ઓક્ટોબર એટલે કે આજે સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષમાં શુક્રને ખૂબ જ શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. શુક્ર અનુકૂળ હોય તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્યાં જ શુક્રના કમજોર હોવા પર અસફળતા હાથ લાગે છે.
હકીકતે શુક્ર કર્ક રાશિથી નિકળીને સિંહમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શુક્ર 32 દિવસ સુધી બિરાજમાન રહેશે. જ્યોતિષ્યો અનુસાર શુક્રના આ ગોચરની આસર અમુક રાશિના લોકો પર સકારાત્મક પડશે અને અમુક રાશિઓ પર નકારાત્મક પડશે.
મેષ
શુક્રના ગોચરથી મેષ રાશિના લોકોને આર્થિક લાભ થશે. વ્યાપારીઓને સફળતા પ્રાપ્ત થશે. નોકરીમાં થોડો ફેરફાર આવશે પરંતુ જલ્દી મહેનતનું ફળ પ્રાપ્ત થશે. વરિષ્ઠ અધિકારીઓનો સાથ મળશે. રોકાણ સાથે જોડાયેલા નિર્ણય લાભકારી સાબિત થશે.
સિંહ
સિંહ રાશિના જાતકો માટે ગોચર શુભ પરિણામ લઈને આવ્યું છે. કાર્યક્ષેત્રમાં તમને સારા સમાચાર મળશે. ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓનું ધ્યાન તમારી તરફ જશે. જ્યાર બાદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.
તુલા
તુલા રાશિના લોકો માટે શુક્રનું આ ગોચર અનુકૂળ રહેશે. કાર્યક્ષેત્રમાં તમે પોતાના લક્ષ્ણોના પ્રત્યે સમર્પિત અને કેન્દ્રિત રહેશે. આ સમયે તમને થોડી મહેનતથી સફળતા મળી જશે. એટલે કે તમે ઓછી મહેનત બાદ પણ સારૂ ફળ પ્રાપ્ત કરી શકો છો.
કુંભ
કુંભ રાશિના લોકો માટે શુક્રનું ગોચર ફાયદાકારક રહેશે. પરણીત લોકોને સાથીનો સંપૂર્ણ સહયોગ મળશે જેનાથી જીવનમાં ખુશી આવશે. મિત્રોના સાથે સારો સમય પસાર કરશો અને ઘણા નવા મિત્રો બનાવશો. ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓની સરાહના મળશે.
મીન
શુક્રનું ગોચર મીન રાશિના લોકો માટે વિદેશી યાત્રાના અવસર લઈને આવશે. વિદ્યાર્થીઓને પ્રગતિના અવસર પ્રાપ્ત થશે. નોકરીમાં સારા અવસર પ્રાપ્ત થશે. કરિયરમાં ઉંચી ઉડાન પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. સમાજમાં માન સન્માન વધશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે.