બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Shubman Gill wins the match against RCB and gives Mumbai a playoff ticket, Sachin praised

IPL 2023 / ગિલે RCB સામે મેચ જીતીને મુંબઈને પ્લેઓફની ટિકિટ અપાવી તો સચિને કર્યા વખાણ, લોકોએ કહું સસરા-જમાઈનું બોન્ડિંગ તો જબરું

Megha

Last Updated: 04:23 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુભમન ગિલે એ મેચમાં સદી ફટકારીને ગુજરાત ટાઇટન્સને જીત અને મુંબઈને પ્લેઓફની ટિકિટ અપાવી. આ પછી સચિન તેંડુલકરે એક ટ્વિટમાં ગિલની અનોખી રીતે પ્રશંસા કરી હતી.

  • શુભમન ગીલે RCBને પ્લેઓફની રેસમાંથી પણ બહાર ફેંકી દીધી 
  • શુભમન ગિલે એ મેચમાં સદી ફટકારીને  મુંબઈને પ્લેઓફની ટિકિટ અપાવી
  • સચિન તેંડુલકરે એક ટ્વિટમાં ગિલની અનોખી રીતે પ્રશંસા કરી હતી

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2023ની રેસમાંથી બહાર નીકળવાનું જ હતું ત્યારે શુભમન ગીલે બેંગલુરુમાં આખું સમીકરણ પલટી નાખ્યું હતું. જણાવી દઈએ કે 22 વર્ષીય યુવા ઓપનરે ગુજરાત ટાઇટન્સ માટે સતત બીજી સદી ફટકારીને માત્ર વિરાટ કોહલીની સદી પર પાણી ફેરવી દીધું અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરને પ્લેઓફની રેસમાંથી પણ બહાર ફેંકી દીધું હતું. 

હવે વાત એમ છે કે IPLનું સમીકરણ એવું હતું કે જો ગુજરાત સામેની મેચમાં બેંગ્લોર જ જીત્યું હોત તો 5 વખતની ચેમ્પિયન મુંબઈની રમત પૂરી થઈ ગઈ હોત અને RCB પ્લેઓફમાં પંહોચી જાત પણ એ મેચ ગુજરાત ટાઈટન્સ જીતી જે પહેલેથી જ પ્લેઓફમાં પંહોચી ગઈ છે. 

એમ કહેવામાં ખોટું નથી કે શુભમન ગિલે એ મેચમાં સદી ફટકારીને ગુજરાત ટાઇટન્સને જીત અપાવી અને મુંબઈને પ્લેઓફની ટિકિટ અપાવી. આ પછી મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે એક ટ્વિટમાં ગિલની અનોખી રીતે પ્રશંસા કરી હતી. તેણે લખ્યું- કેમેરોન ગ્રીન અને શુભમન ગિલે મુંબઈ ઈન્ડિયન્સ માટે ઘણી બેટિંગ કરી (આ સાથે એમને એક રમુજી ઈમોજી પણ મૂક્યું હતું).

સચિને આગળ લખ્યું- 'વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા સતત બીજી સદી ફટકારી. મેચમાં આ બધા અદ્ભુત હતા. હું ખુશ છું કે મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. ' જણાવી દઈએ કે ગઇકાલે એક જ દિવસમાં 3 સદી ફટકારવામાં આવી હતી જેમાં પહેલા કેમેરોન ગ્રીને હૈદરાબાદ સામે મુંબઈ માટે સદી ફટકારી હતી અને બીજી તરફ વિરાટ કેહલીએ RCB માટે અને શુભમન ગીલે ગુજરાત માટે મેચમાં સદી ફટકારી હતી.

હાલ સચિનની એ પોસ્ટ ઘણાઈ વાયરલ થઈ રહ્યો છે અને લોકો કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે સસરાએ અંતે જમાઈના વખાણ કરી દીધા. સાથે જ બીજા યુઝરે લખ્યું છે કે, 'સસરાને ઇમ્પ્રેસ કરવા માટે જમાઈએ શાનદાર મેચ રમી.'  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ