બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Shubman Gill makes stunning ODI double hundred to join elite group

ક્રિકેટપ્રેમીઓ અવાક / શુભમન બન્યો 'શુભ' મેન: ડબલ સેન્ચુરીની સાથે એકઝાટકે એટલા રેકૉર્ડ તોડ્યા કે ગણતાં થાકી જશો

Hiralal

Last Updated: 06:04 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડ સામે પહેલી વનડેમાં ભારતના 23 વર્ષીય બેટ્સમેન શુભમન ગીલે તેના બેટનું પાણી દેખાડી દીધું છે.

  • ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં શુભમન ગીલની મહાવિસ્ફોટક ઈનિંગ
  • બેવડી સદી ફટકારીને કીવીઓને કરી મૂક્યા બેહાલ 
  • વનડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર પહેલો ભારતીય બેટ્સમેન
  • કોહલીએ 24મી વન ડે મેચમાં 1000 રન પુરા કર્યાં હતા
  • શુભમન ગીલે 19 મેચમાં પૂરા કરી લીધા 

ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં ભારતના યુવા ક્રિકેટર શુભમન ગીલે મહાવિસ્ફોટક ઈનિંગ ખેલીને દુનિયાના ખેલાડીઓને અચંબિત કરી મૂક્યા હતા. ધુઆંધાર ઈનિંગ રમતી વખતે શુભમને એકસાથે ઘણા રેકોર્ડ પણ તોડી નાખ્યાં હતા. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચમાં  ગિલે પોતાની વન-ડે કારકિર્દીની ત્રીજી સદી ફટકારીને તરખાટ મચાવ્યો હતો. 
બેવડી સદી ફટકારવાની સાથે ગિલ ભારત તરફથી વનડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આમ કરીને ગિલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગિલે 19મી મેચમાં આ કારનામું કર્યું હતું, જ્યારે કોહલીએ કારકિર્દીની 24મી વન ડે મેચમાં 1000 રન પુરા કર્યા હતા. ઈન્ટરનેશનલ સ્તરે  વન ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના ફખર ઝમાનના નામે છે. ફખરે 18 વન ડેમાં કારકિર્દીના 1000 રન પુરા કર્યા હતા. 

કયા કયા રેકોર્ડ કર્યાં શુભમન ગીલે 
(1) વનડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર પહેલો ભારતીય બેટ્સમેન 
(2) વનડેમાં 200 રન બનાવનાર સૌથી નાની ઉંમરના ખેલાડી 
(3) ન્યૂઝીલેન્ડ સામેની વનડેમાં સૌથી વધારે વ્યક્તિગત સ્કોર બનાવનાર ખેલાડી 
(4) વિરાટ કોહલીનો સૌથી ઝડપી રન બનાવવાનો રેકોર્ડ તોડી નાખ્યો 

વનડેમાં 200 રન બનાવનાર સૌથી નાની ઉંમરના ખેલાડી 
2023માં ન્યૂઝીલેન્ડ સામે 23 વર્ષીય શુભમન ગીલની બેવડી સદી
2022માં બાંગ્લાદેશ સામે 24 વર્ષીય  ઈશાન કિશનની બેવડી સદી 
2013માં 26 વર્ષીય રોહિત શર્માએ ફટકારી હતી બેવડી સદી 

ODIમાં NZ સામે સૌથી વધારે વ્યક્તિગત સ્કોર
188* શુભમન ગિલ હૈદરાબાદ 2023
186* સચિન તેંડુલકર હૈદરાબાદ 1999
181* એમ હેડન હેમિલ્ટન 2007
169* ડી કેલાઘન સેન્ચુરિયન 1994

ગીલે ફટકારી બેવડી સદી
સાચે જ શુભમન ગીલ ભારત માટે શુભમેન સાબિત થયો છે. માત્ર 23 વર્ષની ઉંમરમાં બેવડી સદી ફટકારવી જેવી તેવી વાત નથી. ન્યૂઝીલેન્ડ સામે આકરી ઈનિંગ રમતા શુભમન ગીલે 145 બોલમાં 208 કરીને કીવી બોલર્સના છક્કા છોડાવી નાખ્યાં હતા. તેમની આક્રમક રમત જોઈને દુનિયાના ખેલાડીઓ અવાક બન્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ